Get The App

કોરોના સામે લડવા રાજ્યના તમામ ધારાસભ્યોના પગારમાં પણ કાપ મુકાયો

Updated: Apr 6th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના સામે લડવા રાજ્યના તમામ ધારાસભ્યોના પગારમાં પણ કાપ મુકાયો 1 - image

અમદાવાદ, તા. 06 એપ્રીલ 2020, સોમવાર

મહામારી કોરોના સામે લડવાના ખર્ચના સંદર્ભમાં રાજય સરકારે બે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે અને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે.

આ સિવાય મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની MLA લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે.

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30%નો કાપ સ્વીકારી આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે, તેમજ રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની MLA લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, કેન્દ્રની મોદી સરકારે 2 વર્ષ સુધી સાંસદોના પગારમાં 30%નો કાપ કરીને તે રકમ કોરોના  સામે થનાર ખર્ચમાં અને સાંસદોની લેડ ફંડની રકમ પણ 2 વર્ષ માટે કોરોના સામે લડવાના ફંડમાં આપવાનો જે નિર્ણય કર્યો છે તેનું સમર્થન કરી ગુજરાત સરકારે પણ આ નિણર્ય કર્યા છે.
Tags :