Get The App

લોકડાઉનના પગલે કંપનીઓમાં 52 ટકા લોકો નોકરીઓ ગુમાવશેઃ CII

Updated: Apr 6th, 2020

GS TEAM

Google News
Google News
લોકડાઉનના પગલે કંપનીઓમાં 52 ટકા લોકો નોકરીઓ ગુમાવશેઃ CII 1 - image

નવી દિલ્હી, તા.6 એપ્રિલ 2020, સોમવાર

કોરોનાના કારણે આખા દેશને લોકડાઉન કરવાની સરકારને ફરજ પડી છે. જોકે તેની ઈકોનોમી પર પડનારી અસરને લઈને દેશના ઈન્ડસ્ટ્રિયલ સંગઠન સીઆઈઆઈ( કોન્ફિડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રિઝ)દ્વારા અત્યંત ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે.

લોકડાઉનના પગલે કંપનીઓમાં 52 ટકા લોકો નોકરીઓ ગુમાવશેઃ CII 2 - imageસીઆઈઈ દ્વારા કરાયેલા એક સર્વે પ્રમાણે ડીમાન્ડમાં ઘટાડાના પગલે મોટાભાગની કંપનીઓની આવકમાં ઘટાડો થયો છે. જેનાથી કર્મચારીઓની નોકરીઓ પર ખતરો છે. કંપનીઓની એપ્રિલથી જુન ક્વાર્ટરની આવકમાં અને અગાઉના જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરની આવકમાં 10 ટકાનો ઘટાડો થવાની આશંકા છે.

ઘરેલુ કંપનીઓની આવકમાં ઘટાડાની અસર દેશના ગ્રોથ રેટ પર પડવાની છે અને 52 ટકા લોકો નોકરી ગુમાવી શખે છે. 47 ટકા કંપનીઓ એવી છે જેમાં 15 ટકા કર્મચારીઓની છટણી થશે.

80 ટકા કંપનીઓનુ કહેવુ છે કે, અમારો સામાન હાલમાં એમને એમ પડયો છે. બીજી તરફ 40 ટકા કંપનીઓનુ કહેવુ છે કે, લોકડાઉન પુરૂ થયાના એક મહિના સુધી તેમનો સ્ટોક પડ્યો રહેશે.



Tags :