Get The App

શહેરમાં કોરોનાના કેસ હજુ વધી શકે છે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે ચિંતા વ્યક્ત કરી

Updated: Apr 6th, 2020

GS TEAM

Google News
Google News
શહેરમાં કોરોનાના કેસ હજુ વધી શકે છે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે ચિંતા વ્યક્ત કરી 1 - image

અમદાવદ, તા. 6 એપ્રિલ 2020, સોમવાર

રાજ્યભરમાં અમદાવાદમાં કોરોનાના પોઝીટીવ કેસની સૌથી વધુ સંખ્યા છે. ત્યારે હજુ પણ અમદાવાદમાં કેસ વધે તેવી શક્યતા મ્યુનિસિપલ કમિશનરે વ્યક્ત કરી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કોરોનાના કેસ વધતા અટકાવવા માટે લોકડાઉનના ચુસ્ત પાલન પર ખાસ ભાર મુક્યો છે. તેમણે કહ્યુ છે કે, અમદાવાદમાં 24 કલાકમાં 11 પોઝીટીવ કેસ નોંધાયા છે અને આ તમામ કેસ મહાપાલિકાએ શોધ્યા છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમં 11 નવા કેસ નોંધાયા છે. આ 11 કેસમાંથી 10 કેસ તબલિગી જમાત સાથે સંકળાયેલા છે. જણાવી દઈએ કે, માર્ચ મહિનામાં 1219 લોકો વિદેશથી પરત ભારત આવ્યા છે. હાલમાં અમે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે કામ કરી રહ્યા છીએ. જેમાં અમે કેમેરા નેટવર્કના કારણે લોકડાઉનનો અસરકાર અમલ કરાવવા માટે કર્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોના વાયરસના કુલ 64 કેસ નોંધાયા છે. જેથી અમદાવાદ હવે કોરોનાને કારણે ક્રિટિલક કન્ડીશનમાં છે.

અત્યાર સુધીમાં 9 જેટલા લોકો સામે ફરીયાદ નોંધાઈ છે. આજના અમદાવાદના તમામ કેસ નગરપાલિકા દ્વારા નોંધવામાં આવ્યો છે. જેમાં 10 કેસ તબલિગી જમાતના કેસ છે. આ બધા જ લોકોએ નિઝામુદ્દીન ખાતે મુલાકાત લઈ પરત ફર્યા છે. જોકે, અત્યાર સુધીમાં 177 લોકોને આઈડેન્ટીફાઈ કરાયા છે.

હાલમાં કોઈ ભૂકંપ કે, પૂરની સ્થિતિ નથી, પરંતુ વાયરસની મહામારીને કારણે આપણે કરી રહ્યા છે. તેથી બધા જ લોકોને લોકડાઉનનું પાલન કરવાની વિનંતી કરુ છુ અને લોકોને ઘરમાં રહેવા માટેનો આગ્રહ કરુ છુ.

આપાની તમામ જવાબદારી અમદાવાદ નગરપાલિકાના માથે છે. તેથી જ જો તમને કોઈપણ પ્રકારના લક્ષણ દેખાય તો તરત જ 104 નંબર પર ફોન કરીને જણાવવા માટે વિંનતી કરુ છુ. જેથી આ વાયરસનો વધુ સંક્રમણ કરતા અટકાવી શકાય છે. જોકે, અમદાવાદમાં હજુ પણ કોરોનાના કેસ વધે તેવી શક્યતાઓ રહેલી છે. તેથી જ દરેક લોકોને હું ઘરમાં રહેવા અને પોતાનું ધ્યાન રાખવાની અપીલ કરૂ છુ.

ઉલ્લેખનીય છે કે, કોઈ વ્યક્તિ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય તો, તે પોતાની રીતે જ હોમ ક્વોરન્ટાઈન થઈ શકે છે અથવા તો, સરકારને પણ 104 નંબર પર ફોન કરીને જાણ કરી શકે છે. તદ્ઉપરાંત AMCના 6357094245 વોટ્સઅપ નંબર પર જાણ કરી શકો છો.

Tags :