For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 12 of lockdown: ગુજરાતમાં કોરોનાના 122 પોઝિટીવ કેસ નોંધાયા: 11ના મોત, 18 સાજા થયા

Updated: Apr 5th, 2020

Day 12 of lockdown: ગુજરાતમાં કોરોનાના 122 પોઝિટીવ કેસ નોંધાયા: 11ના મોત, 18 સાજા થયાઅમદાવાદ, તા. 5 એપ્રિલ 2020, રવિવાર

સુરતમાં પાલનપોર વિસ્તારમાં કોરોના પોઝીટિવ 61 વર્ષીય મહિલાનું મોત થતા રાજ્યમાં કોરોનાથી કુલ મોતની સંખ્યા 11 થઈ ગઈ છે. ગત મોડીરાત્રે સુરત ખાતે કોરોના પોઝિટિવ વૃદ્ધાનું મોત નીપજ્યું હતુ. આમ સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નીપજતાં રાજ્યમાં કુલ મોતની સંખ્યા 11 પર પહોંચી ગઇ છે. 


બ્રિટિશ પીએમ બોરિસ જોન્સનની મંગેતર કેરી સાઈમન્ડને પણ કોરોના
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનને કોરોનો થયો હતો. એકાદ સપ્તાહ પહેલાં પીએમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે તેમની મંગેતર કેરીને પણ કોરોના હોવાનું નિદાન થયું છે. આઈસોલેશન વોર્ડમાં કેરીની સારવાર ચાલી રહી છે. Read More...


મરકઝમાં ભાગ લીધો 8 મલેશિયનની દિલ્હી એરપોર્ટ પરથી પકડાયા, મલેશિયા ભાગી રહ્યાં
કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન વચ્ચે પોલીસ દિલ્હીના નિઝામુદ્દિન મરકઝના સંમેલનમાં ભાગ લેનારા તબલિગી જમાતના લોકોને શોધી રહી છે. આવા સમયમાં તબલિગી જમાતના કેટલાક લોકો દેશ છોડીને મલેશિયા ભાગવાની ફિરાકમાં હતા. દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઈમિગ્રેશન અધિકારીઓએ આવા આઠ લોકોને પોલીસને સોંપી દીધા હતા. Read More...


કોરોના સામેનો જંગ : સમગ્ર ગુજરાત 9 કલાકે 9 મિનિટ સુધી 'જ્યોર્તિમય' બન્યું
ઘાતક વાયરસ કોરોનાના અંધકારની સામે લડવા માટે પ્રકાશ ફેલાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહ્વાનને ગુજરાતના નાના ગામથી માંડીને શહેરોમાં જબરદસ્ત પ્રતિસાદ સાંપડયો હતો. સમગ્ર દેશ આ સમયે એક મહાજંગ લડી રહ્યો છે ત્યારે લોકડાઉનના ૧૨મા દિવસે ગુજરાતની સાંકડી ગલીથી માંડીને મોટી ઈમારતો દીપ, મીણબત્તી, દિવડાથી ઝગમગી ઉઠતા ચૈત્ર માસમાં જ 'દિવાળી' જેવો માહોલ જોવા મળ્યો હતો. અનેક વિસ્તારોમાં આતશબાજી થઇ હતી જ્યારે કેટલાક વિસ્તારો 'ભારત માતા કી જય', 'શંખનાદ'થી ગૂંજી ઉઠયા હતા. Read More... 


COVID19: દુનિયાનાં 190 દેશોમાં 65 હજાર લોકોનાં મોત, દર્દીઓની સંખ્યા 12 લાખને પાર
ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રથમ વખત ચીનમાં કોરોના વાયરસના આગમન પછી, આ રોગચાળાને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વિશ્વના 190 દેશો અને પ્રદેશોમાં 65 હજાર 272 થઈ ગઈ છે, જ્યારે 12 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત છે. Read More...


ઈટાલીએ દાનમાં આપેલી PPE કિટ હવે ચીને તેને જ વેંચી મારી
ચીનમાંથી ફેલાયેલી કોરોનાની મહામારી સામે અત્યારે આખી દુનિયા ઝઝૂમી રહી છે ત્યારે ચીન એમાંથી પણ કમાણી કરવાની પેરવીમાં પડી ગયું છે. ઈટાલીએ ચીનને દાનમાં આપેલી પીપીઈ કિટ હવે ચીને ઈટાલીને જ પધરાવી દીધી હોવાનો દાવો મીડિયા અહેવાલોમાં થયો હતો. Read More...


ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફરજ દરમિયાન કોરોનાથી મૃત્યુ થાય તો કર્મચારીને 25 લાખની સહાય અપાશે
ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે  પોલીસ કર્મી, નગર પાલિકા-મહાનગર પાલિકાઓના સફાઇ-આરોગ્ય કર્મી, મહેસૂલ વિભાગના કર્મચારીઓ, અન્ન નાગરિક પુરવઠા વિભાગના, સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના સંચાલકો ફરજ દરમિયાન કોરોના વાયરસ સંક્રમણના ભોગ બને અને તેનાથી જીવ ગુમાવે તો તેમના પરિવારને રૃપિયા ૨૫ લાખની સહાય અપાશે. Read More...


ચીને પહેલા કોરોના ફેલાવ્યો પછી 400 કરોડ માસ્ક વેચી કરોડોની કમાણી કરી
ચીનમાં કોરોના વાઇરસની શરૂઆત થઇ હતી, જે બાદમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખુબ જ ઝડપથી ફેલાઇ ગયો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે ચીને માસ્ક વેચી વ્યાપાર કરવાનું શરૂ કરી દીધુ છે. ચીને કહ્યું છે કે અમે વિશ્વમાં ૪૦૦ કરોડ માસ્ક વેચ્યા છે. જ્યારે કોરોનાની શરૂઆત થઇ ત્યારે જ ચીનમાં માસ્કનું ઉત્પાદન વધારી દેવામાં આવ્યું હતું. ચીનમાં હાલ ૧૦ હજાર જેટલી ફેકટરીમાં માસ્કનું ઉત્પાદન થઇ રહ્યું છે. Read More...


આઝાદી બાદ COVID-19 સૌથી મોટો પડકાર, કોરોના બાદનાં આયોજનો પર કામ કરે સરકાર: રઘુરામ રાજન
કોરોના વાયરસ મહામારીની ભારતની આર્થિક વ્યવસ્થા પર પ્રતિકૂળ અસર પર RBI પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક બ્લોગ લખીને સંભવિત પગલા વિશે મહત્વની માહિતી આપી છે. તેમણે આ આર્ટીકલનું શીર્ષક વર્તમાન સમયમાં ભારત સામે સૌથી મોટો પકડાર રાખ્યુ છે. તેમના આપેલા સૂચનો આર્થિક વ્યવસ્થાની ખરાબ સ્થિતિને સુધારી શકે એવા હેતુસર લખવામાં આવ્યા છે. Read More...


COVID-19 છેલ્લા 24 કલાકમાં 505 પોઝિટિવ કેસ,અત્યાર સુંધી 83 દર્દીનાં મોત
દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા કોરોના પોઝિટિવ રિપોર્ટમાં રવિવારની સાંજ સુધીમાં કોરોનાના છેલ્લા 24 કલાક દરમિયાન 505 નવા કેસ નોંધાયા છે. Read More...


પાકિસ્તાન સામે એક બાજુ લોકડાઉન અને બીજી બાજુ ભૂખમરાનું સંકટ: ઈમરાન ખાન
દુનિયાના તમામ દેશોની જેમ જ કોરોના મહામારીના પ્રકોપનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે તેના અર્થતંત્રએ પણ હવે સંકટ વધારી દીધું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતે જ સંકેતમાં કહ્યું છે કે, તેમના દેશ માટે એક બાજુ કુવો તો બીજુ બાજુ ખાઈની સ્થિતિ છે. Read More...


શું કોરોના વાયરસ કોબીજના પત્તા પર 25 થી 30 કલાક રહે છે ?
કોરોના વાયરસ સંક્રમણથી થતી બીમારીને કોવિડ-19 નામ આપવામાં આવ્યું છે. આ વાયરસે 2020નું નવું વર્ષ શરુ થવાની સાથે જ ચીનમાં આતંક મચાવ્યો હતો, ચીનનું આર્થિક પાટનગર વુહાનને કોરાના વાયરસનું એપી સેન્ટર માનવામાં આવે છે. Read More...


શું ચીને કોરોના વાયરસનો ભોગ બનેલા ઇટલીને મદદ કરવાના સ્થાને દગો આપ્યો ?
મિત્રની પરીક્ષા કપરા સમયમાં થાય છે આ વ્યકિત હોય કે દેશ બંને માટે સાચું છે. વિશ્વમાં પ્રવાસન સ્થળ તરીકે જાણીતું ઇટલી ચીની નાગરિકોનું સૌથી હોટ પ્લેસ રહયું છે. ચીનનો માલેતુંજાર વર્ગ વેડિંગ સેરેમની અને બર્થ ડે પાર્ટી ઉજવવા ઇટલી આવે છે. મધ્યચીનમાં આવેલા આર્થિક પાટનગર વુહાનથી ઇટલીના પાટનગર મિલાન વચ્ચે સીધી 2 વિમાની સેવાઓ ચાલે છે. Read More...


હાઈડ્રોક્સિક્લોરોક્વિનની સરળતાથી નહી થઈ શકે નિકાસ, સરકારે પ્રતિબંધો સખ્ત કર્યાં
સરકાર દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના લીધે સ્થિતિ બગડવાની આશંકાઓ જોતા મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવા હાઈડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પર પ્રતિબંધ વધારે સખ્ત કરી દીધી છે તથા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના એકમો પર પણ પ્રતિબંધ હેઠળ લઈ લીધાં છે. સરકારે કોરોના વાઈરસના લીધે સ્થિતિ બગડવાની આશંકાને જોતા આ રોક લગાવી છે. જેથી દેશમાં જરૂરી સેવાની અછત સર્જાય નહી. Read More...


કોરોના સામે લાચાર અમેરિકાએ માગી ભારત પાસે મદદ, ટ્રમ્પે PM મોદી સાથે કરી વાત
કોરોનાની મહામારીથી જાણે સુપરપાવર અમેરિકા લાચાર અને લકવાગ્રસ્ત થઈ ગયુ છે. ખુદ અમેરિકા હવે ભારત પાસે મદદ માંગી રહ્યુ છે. શનિવારે સાંજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે વાત કરીને કોરોના સામે લડવા સહયોગ માંગ્યો છે. Read More...


ગુજરાતમાં કોરોનાના 122 પોઝિટીવ કેસ નોંધાયા: 11ના મોત, 18 સાજા થયા
સુરતમાં પાલનપોર વિસ્તારમાં કોરોના પોઝીટિવ 61 વર્ષીય મહિલાનું મોત થતા રાજ્યમાં કોરોનાથી કુલ મોતની સંખ્યા 11 થઈ ગઈ છે. ગત મોડીરાત્રે સુરત ખાતે કોરોના પોઝિટિવ વૃદ્ધાનું મોત નીપજ્યું હતુ. આમ સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નીપજતાં રાજ્યમાં કુલ મોતની સંખ્યા 11 પર પહોંચી ગઇ છે.  Read More...


લોકડાઉન જાહેર ના કર્યુ છતાં એક મહિનામાં સાત લાખ અમેરિકન્સે નોકરી ગુમાવી
કોરોના વાયરસે અમેરિકામાં જે રીતે આતંક ફેલાવ્યો છે તેના કારણે લોકડાઉન વગર પણ અમેરિકાની ઈકોનોમી પ્રભાવિત થઈ રહી છે. અહીંયા દર્દીઓની સંખ્યા વધી રહી છે. કોરોના વાયરસથી અમેરિકામાં 8000 લોકોના મોત થઈ ચુક્યા છે. 3 લાખ લોકો પોઝિટિવ છે. જોકે તેની વચ્ચે આંકડા કહી રહ્યા છે કે, છેલ્લા એક જ મહિનામાં સાત લાખ અમેરિકનોએ નોકરી ગુમાવી છે. Read More...


અમેરિકામાં કોરોનાનો ફફડાટ : એક જ દિવસમાં 1480 મૃત્યુ
અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાથી અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૪૮૦ મોત નોંધાયા હતા. અમેરિકામાં કોરોનાના કુલ કેસ પોણા ત્રણ લાખથી વધારે અને મૃત્યુઆંક સાત હજારથી ઉપર પહોંચી ગયો છે. અમેરિકાની સ્થિતિ બદતર થઈ રહી છે. એ વચ્ચે ટ્રમ્પે એવી સલાહ આપી હતી કે જાહેરમાં નીકળનારા લોકોને યોગ્ય લાગે તો માસ્ક પહેરે. Read More...


ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનિકોની સફળતા : એન્ટી પેરાસાઈટ દવાએ કોરોનાનો 48 કલાકમાં નાશ કર્યો
એન્ટી વાયરસ રીસર્ચ જર્નલમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલમાં દાવો થયો હતો કે ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાાનિકોને કોરોના સામે લડવા માટેની દવાનું અસરકારક પરીક્ષણ કરવામાં સફળતા મળી ગઈ છે. આ દવા 48 કલાકમાં કોરોનાનો નાશ કરવા સક્ષમ છે. Read More....


હાલ સેલ્ફ ક્વોરન્ટીનમાં છું, બાકી સવાલોના જવાબ પછી : મૌલાના સાદ
દિલ્હીના નિઝામુદ્દિન વિસ્તારમાં સ્થિત તબલિગી જમાતના મરકઝમાં નિયમોનો ભંગ કરીને ભીડ એકત્ર કરવાના આરોપી મૌલાના સાદને દિલ્હી પોલીસે માર્ચ મહિનામાં મરકઝમાં ભીડ એકત્ર કરવા અંગે કેટલાક સવાલો કર્યા હતા. તેના જવાબમાં મૌલાના સાદે શનિવારે માત્ર એટલો જવાબ આપ્યો હતો કે હાલ હું સેલ્ફ ક્વોરેન્ટીનમાં છું, બાકીના સવાલોના જવાબ પછી આપીશ. Read More...


કોરોના ફેલાવવા નોટો પર થૂંક લગાવતો વીડિયો બનાવ્યો, ધરપકડ
કોરોના વાઇરસ સમગ્ર દેશમાં ફેલાઇ ચુક્યો છે તેમ છતા કેટલાક લોકો પરિસ્થિતિને ગંભીરતાથી લેવાને બદલે હાંસી ઉડાવી રહ્યા છે. મહારાષ્ટ્રના નાસીકમાં આવુ જ એક કૃત્ય કરવું એક યુવકને ભારે પડી ગયું હતું. આ યુવકે એક વીડિયો બનાવ્યો જેમાં તે ચલણી નોટો પર થુંક લગાવતો તેમજ નાક સાફ કરતો જોવા મળી રહ્યો છે. આ યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે.  Read More...


Coronavirus: વિશ્વનાં સૌથી પ્રગતિશીલ દેશ અમેરિકા, ઇટાલી અને સ્પેનની સ્થિતી ચિંતાજનક

હાલમાં તો સમગ્ર વિશ્વ કોરોના સામે જંગ લડી રહ્યું છે પરંતુ કેટલાક એવા પણ દેશો છે જ્યાં આ કહેર વધતો જ ગયો છે અને ત્યાં પરિસ્થિતિ ક્યારે થાળે પડશે તે કહેવું મુશ્કેલ છે. આ વાયરસના સૌથી વધુ કેસ સુપર પાવર અમેરિકામાં છે.સૌથી વધારે મોત ઈટાલીમાં થયા છે. Read More...


કોરોનાને હરાવીને ભૂમિ દેસાઇ ઘરે પહોંચી તો 15 દિવસ બાદ માતાને સન્મુખ જોઇને બે વર્ષની પુત્રી અવાચક બની ગઇ
કોરોનાથી મુક્ત થયેલી ભૂમિ દેસાઇ જ્યારે હોસ્પિટલથી કારેલીબાગમાં આવેલા તેના પિયરમાં પહોંચી તો તેની બે વર્ષની પુત્રી 'સીઆ' તેને જોઇને અવાચક જ બની ગઇ હતી કેમ કે તેણે ૧૫ દિવસ પછી માતાને જોઇ હતી. પાંચ સેંકડ તો તે માતાને જોતી જ રહી હતી અને પછી દોડીને ભૂમીને ભેટવા ગઇ હતી પરંતુ ડોક્ટરોએ હજુ ૧૪ દિવસ સુધી ક્વોરેન્ટાઇનનું પાલન કરવાનું કહ્યું હોવાથી સામ સામે હોવા છતાં માતા પુત્રી એક બીજાને ભેટી શક્યા ન હતા. Read More...


ચીને પાક.ને એન-95ના બદલે 'બ્રા'માંથી બનેલા માસ્ક પધરાવી દીધા
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ ફેલાવનારા ચીને હાલ પોતાના દેશમાંથી કોરોના વાઇરસનો નાશ કરી નાખ્યો છે અને રાબેતા મુજબ બધા માર્કેટ ખોલી નાખ્યા છે. હવે ચીન જે દેશોમાં કોરોના ફેલાયો છે ત્યાં માસ્ક જેવી વસ્તુઓ વેચીને વ્યાપાર કરવા લાગ્યું છે. જોકે હંમેશા બનાવટી અને નબળો માલ પધરાવવા માટે જાણીતા ચીને પાકિસ્તાનને માસ્ક મુદ્દે પણ છેતર્યું છે. ચીને પાકિસ્તાનને જે માસ્ક મોકલ્યા તે અન્ડરવેરથી બનાવવામાં આવ્યા છે. Read More...

Gujarat