ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનિકોની સફળતા : એન્ટી પેરાસાઈટ દવાએ કોરોનાનો 48 કલાકમાં નાશ કર્યો
- એન્ટી વાયરસ રીસર્ચ જર્નલમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલમાં દાવો
- લેબમાં પરીક્ષણ સફળતા મળી હોવાથી હવે ટૂંક સમયમાં ક્લિનિકલ ટ્રાયલ થશે
- એન્ટી પેરાસાઈટ ડ્રગ ઈવરમેક્ટિનનો ઉપયોગ ઝીકા, ડેંગ્યુ જેવા રોગોમાં થતો હતો
મેલબર્ન, તા. 4 એપ્રિલ 2020, શિવાર
એન્ટી વાયરસ રીસર્ચ જર્નલમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલમાં દાવો થયો હતો કે ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાાનિકોને કોરોના સામે લડવા માટેની દવાનું અસરકારક પરીક્ષણ કરવામાં સફળતા મળી ગઈ છે. આ દવા ૪૮ કલાકમાં કોરોનાનો નાશ કરવા સક્ષમ છે.
ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનિકોએ લેબમાં એન્ટી પેરાસાઈટ ડ્રગ ઈવરમેક્ટિનનું પરીક્ષણ કર્યું હતું. એ દવાનો એક ડોઝ ૪૮ કલાકમાં કોરોનાને ખતમ કરી શકે છે. વિજ્ઞાનિકોએ કહ્યું હતું એ પ્રમાણે આ ડ્રગનો ઉપયોગ ઝીકા, ડેંગ્યુ, એચઆઈવી વગેરેમાં થાય છે, પરંતુ કોરોના સામે લડવામાં પણ તેની નોંધપાત્ર અસર જોવા મળી છે.
પરજીવીઓને ખતમ કરી શકતી આ દવા કોરોનાના કીટાણુંઓને ખતમ કરી શકે છે એ વાતે માનવજાતને નવી આશા જન્મી છે. અત્યારે કોરોનાએ આખી દુનિયા ઉપર કેર વર્તાવ્યો છે ત્યારે આ દવાથી અનેકાનેક દર્દીઓની સારવાર આગામી મહિનાઓમાં શક્ય બનશે.
લેબોરેટરીમાં તેનું સફળ પરીક્ષણ થયું હોવાથી હવે ક્લિનિકલ ટ્રાયલ થશે. ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવસટીના કાઈલી વેગસ્ટાફે તેમના સહાયકો સાથે મળીને આ પ્રયોગ સફળ બનાવ્યો હતો. તેમણે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું હતું કે હ્મુમન બોડીમાં પણ આ દવા એટલી જ અસરકારક સાબિત થશે અને અસંખ્ય લોકોનો જીવ બચી જશે.
તેમણે ઉમેર્યું હતું એ આ દવા ખૂબ સુરક્ષિત માનવામાં આવે છે. જ્યાં સુધી કોરોનો અક્સિર ઈલાજ દુનિયાને ન મળે ત્યાં સુધી જે દવાઓ ઉપલબ્ધ છે એનાથી જ રોગ મટાડવાની દિશામાં કામ કરવું પડશે. આ એન્ટિ પેરાસાઈટ દવા પણ આપણી માટે ઉપલબ્ધ જ છે એટલે તેનો ઉપયોગ અત્યારે વધારે સરળ રહેશે.