Get The App

ઈટાલીએ દાનમાં આપેલી PPE કિટ હવે ચીને તેને જ વેંચી મારી

Updated: Apr 5th, 2020

GS TEAM

Google News
Google News
ઈટાલીએ દાનમાં આપેલી PPE કિટ હવે ચીને તેને જ વેંચી મારી 1 - image


- ચીની મીડિયાએ દુનિયા સમક્ષ ઉજળી ઈમેજ બતાવવા એવો પ્રચાર કર્યો હતો કે ચીને કોરોના સામે લડવા ઈટાલીને જીવનરક્ષક પીપીઈ કિટ દાનમાં આપી હતી

નવી દિલ્હી, તા.  5 એપ્રિલ 2020, રવિવાર

ચીનમાંથી ફેલાયેલી કોરોનાની મહામારી સામે અત્યારે આખી દુનિયા ઝઝૂમી રહી છે ત્યારે ચીન એમાંથી પણ કમાણી કરવાની પેરવીમાં પડી ગયું છે. ઈટાલીએ ચીનને દાનમાં આપેલી પીપીઈ કિટ હવે ચીને ઈટાલીને જ પધરાવી દીધી હોવાનો દાવો મીડિયા અહેવાલોમાં થયો હતો.

ચીનમાં જ્યારે કોરોનાની મહામારી કાબુ બહાર હતી ત્યારે ઈટાલીએ માનવતા બતાવીને ચીનને જીવનરક્ષમ પીપીઈ કિટનું દાન કર્યું હતું. પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ (પીપીઈ) જરૂરિયાત ચીનને હવે નથી. ચીનમાં કોરોના કાબુમાં આવી ગયો હોવાથી હવે ચીન રાબેતા મુજબ તેની ચાલાકીથી વેપાર કરવામાં વ્યક્ત થઈ ગયું છે.

ચીની મીડિયાએ દુનિયા સમક્ષ એવો દાવો કર્યો હતો કે હવે ઈટાલી કોરોના સામે લડી રહ્યું હોવાથી ચીને ઈટાલીને પીપીઈ કિટ દાનમાં આપી છે. ઈટાલીમાં પીપીઈ કિટની સૌથી વધુ અછત સર્જાઈ હતી.

મીડિયા અહેવાલમાં દાવો થયો હતો કે ચીની મીડિયા ભલે ચીનની સરકારની માનવીય છબી બતાવવા માટે પીપીઈ કિટ ઈટાલીને દાનમાં આપવાનો દાવો કરે, પરંતુ હકીકત એ છે કે ચીને ઈટાલીની જરૂરિયાતનો લાભ લઈને ઈટાલીએ દાનમાં આપેલી એ જ કિટ ઈટાલીને પધરાવી દીધી છે.

ચીને મેડિકલ સાધનોની દુનિયાની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને હવે ફરીથી ચાઈનીઝ સાધનોની નિકાસ શરૂ કરી દીધી છે. નબળી ગુણવત્તા ધરાવતો સામાન વેંચીને ચીન કોરોના વાયરસના આ કેર વચ્ચે કમાણી રળી લેવાની વેતરણમાં છે.

Tags :