પાકિસ્તાન સામે એક બાજુ લોકડાઉન અને બીજી બાજુ ભૂખમરાનું સંકટ: ઈમરાન ખાન
નવી દિલ્હી, તા. 05 એપ્રીલ 2020, રવિવાર
દુનિયાના તમામ દેશોની જેમ જ કોરોના મહામારીના પ્રકોપનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે તેના અર્થતંત્રએ પણ હવે સંકટ વધારી દીધું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતે જ સંકેતમાં કહ્યું છે કે, તેમના દેશ માટે એક બાજુ કુવો તો બીજુ બાજુ ખાઈની સ્થિતિ છે.
ઈમરાન ખાને ટ્વીટર પર એક ટ્વીટમાં આ સંકટનો ઉલ્લેખ કર્યો કે કુલ વસ્તીના 25% લોકો ગરીબી રેખા નીચે છે અને તેમની રોજગારી માટે દેશવ્યાપી સંપૂર્ણ લોકડાઉન સમસ્યા લઈને આવી શકે છે અને સાથે જ દો જો લોકડાઉન કરવામાં આવે નહી તો આ કોરોના મહામારી મોત બનીને સમાજ પર તુટી શકે છે.
ઈમરાને ટ્વીટમાં કહ્યું કે, ઉપખંડમાં ગરીબી ખુબ વધારે છે. અમારી સામે એક ખુબ જ કઠીન પડકાર તેમાં સંતુલન જાળવવાનો છે કે કોવિડ-19ના પ્રસારને રોકવા માટે લોકડાઉન કરવામાં આવે અને તે પણ સુનિશ્ચિત કરવામાં આવે કે અમારા લોકો ભૂખથી મરે નહી અને અર્થવ્યવસ્થા તહેસ-નહેસ થાય નહી.
ઈમરાન ખાને ટ્વીટમાં કહ્યું કે, અમે શિક્ષણ સંસ્થાઓ, મોલ, રેસ્ટોરન્ટ, મેરેજ હોલ અને અન્ય જગ્યાઓ પર લોકોના એકઠાં થવા પર રોક લગાવતા લોકડાઉન કરી દીધું પરંતુ લોકડાઉનથી થનારી તબાહીને રોકવા માટે કૃષિક્ષેત્રને તેનાથી અલગ રાખ્યું અને હવે અમે પોતાના કન્સ્ટ્રક્શન સેક્ટરને ખોલી રહ્યાં છીએ.