બ્રિટિશ પીએમ બોરિસ જોન્સનની મંગેતર કેરી સાઈમન્ડને પણ કોરોના
- બોરિસ જોન્સનને કોરોના થયો હોવાથી અત્યારે સેલ્ફ આઈસોલેશનમાં
- કેરીએ ટ્વીટ કરીને તબિયત સુધરી હોવાની જાણકારી આપી
- કેરી સાઈમન્ડ પ્રેગનેન્ટ હોવાથી ડોક્ટરોએ છેલ્લાં એક સપ્તાહથી સઘન સારવાર શરૂ કરી હતી
લંડન, તા. 5 એપ્રિલ 2020, રવિવાર
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનને કોરોનો થયો હતો. એકાદ સપ્તાહ પહેલાં પીએમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે તેમની મંગેતર કેરીને પણ કોરોના હોવાનું નિદાન થયું છે. આઈસોલેશન વોર્ડમાં કેરીની સારવાર ચાલી રહી છે.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને કોરોના થયો હોવાથી તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. તેમની તબિયત સુધારા પર હોવાનું બ્રિટિશ સરકારે કહ્યું હતું. બોરિસ જોન્સને પણ જાણકારી આપી હતી કે તે હજુય સેલ્ફ આઈસોલેશનમાં રહેશે.
દરમિયાન તેમની મંગેતર કેરી સાઈમન્ડના શરીરમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. તેમના સેમ્પલનું પરીક્ષણ કરાયું નથી, પરંતુ કોરોનાના લક્ષણો હોવાથી તેમને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે.
કેરી પ્રેગનેન્ટ હોવાથી તબીબોની ટીમે ખાસ દેખરેખ રાખવાનું શરૂ કર્યું છે. કેરીએ ટ્વીટરમાં જાણકારી આપી હતી કે તેની તબિયત સુધારા પર છે અને ચિંતા કરવા જેવું નથી. તેમણે બ્રિટનની ગર્ભવતીઓને સંબોધીને લખ્યું હતું કે પ્રેગનેન્સી દરમિયાન ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો પ્રેગનેન્સીમાં કોરોના થાય તો ખતરો વધી જાય છે અને ડોક્ટરો માટે પણ પડકાર ખડો થાય છે.