Get The App

લોકડાઉન જાહેર ના કર્યુ છતાં એક મહિનામાં સાત લાખ અમેરિકન્સે નોકરી ગુમાવી

Updated: Apr 5th, 2020

GS TEAM

Google News
Google News
લોકડાઉન જાહેર ના કર્યુ છતાં એક મહિનામાં સાત લાખ અમેરિકન્સે નોકરી ગુમાવી 1 - image

નવી દિલ્હી, તા. 5 એપ્રિલ 2020, રવિવાર

કોરોના વાયરસે અમેરિકામાં જે રીતે આતંક ફેલાવ્યો છે તેના કારણે લોકડાઉન વગર પણ અમેરિકાની ઈકોનોમી પ્રભાવિત થઈ રહી છે.

અહીંયા દર્દીઓની સંખ્યા વધી રહી છે.કોરોના વાયરસથી અમેરિકામાં 8000 લોકોના મોત થઈ ચુક્યા છે. 3 લાખ લોકો પોઝિટિવ છે.જોકે તેની વચ્ચે આંકડા કહી રહ્યા છે કે, છેલ્લા એક જ મહિનામાં સાત લાખ અમેરિકનોએ નોકરી ગુમાવી છે.

લોકડાઉન જાહેર ના કર્યુ છતાં એક મહિનામાં સાત લાખ અમેરિકન્સે નોકરી ગુમાવી 2 - imageશ્રમ વિભાગના કહેવા પ્રમાણે દેશમાં બેકારીનો દર વધીને 4.4 ટકા થઈ ગયો છે. આમ છતા હજી પણ કોરોનાના કારણે થયેલા પુરા નુકસાનને તો આ અંદાજામાં સામેલ કરી શકાયુ નથી.

એવુ અનુમાન થઈ રહ્યુ છે કે, એપ્રિલમાં આ આંકડો હજી વધશે. ટ્રમ્પે ઈકોનોમીને નુકસાન ના થાય થાય તે માટે લોકડાઉન જાહેર નથી કર્યુ પણ આંકડા જોતા તો એવુ લાગે છે કે, અમેરિકાની હાલત બાવાના બેઉ બગડયા જેવી જ થઈ છે.



Tags :