Get The App

ચીને પહેલા કોરોના ફેલાવ્યો પછી 400 કરોડ માસ્ક વેચી કરોડોની કમાણી કરી

Updated: Apr 5th, 2020

GS TEAM

Google News
Google News
ચીને પહેલા કોરોના ફેલાવ્યો પછી 400 કરોડ માસ્ક વેચી કરોડોની કમાણી કરી 1 - image


- ચીને કોરોના મહામારીનો લાભ લઇ વ્યાપાર કર્યો
- 50 દેશોમાંથી ઓર્ડર મળ્યા, 16 હજારથી વધુ વેન્ટિલેટર પણ વેચ્યા, સામાન હલકી ક્વોલિટીનો નિકળ્યો

બેઇજિંગ, તા. 5 એપ્રિલ 2020, રવિવાર

ચીનમાં કોરોના વાઇરસની શરૂઆત થઇ હતી, જે બાદમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખુબ જ ઝડપથી ફેલાઇ ગયો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે ચીને માસ્ક વેચી વ્યાપાર કરવાનું શરૂ કરી દીધુ છે. ચીને કહ્યું છે કે અમે વિશ્વમાં ૪૦૦ કરોડ માસ્ક વેચ્યા છે. જ્યારે કોરોનાની શરૂઆત થઇ ત્યારે જ ચીનમાં માસ્કનું ઉત્પાદન વધારી દેવામાં આવ્યું હતું. ચીનમાં હાલ ૧૦ હજાર જેટલી ફેકટરીમાં માસ્કનું ઉત્પાદન થઇ રહ્યું છે. 

ચીનના જણાવ્યા અનુસાર તેણે વિશ્વમાં આશરે ૪૦૦ કરોડ માસ્ક વેચ્યા, આ ઉપરાંત કોરોના સામે મહત્વના ગણાતા ૧૬ હજાર વેન્ટીલેટરનું પણ વેચાણ કર્યું. જ્યારે ૩૭.૫ મિલિયન એવા કપડા અને વસ્તુઓ મોકલી કે જે વાઇરસથી સુરક્ષા આપવામાં મદદરુપ થાય. કોરોનાને ચકાસવા માટે અતી જરુરી ગણાતી ટેસ્ટિંગ કિટનું વેચાણ પણ કર્યું, આવી આશરે ૨.૮૪ મિલિયન કિટ વેચી છે. 

આ જાણકારી ચીનના કસ્ટમ અધિકારી જિન હેઇએ આપી હતી, તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે ૫૦ દેશોમાંથી માસ્ક, વેન્ટિલેટર જેવા મેડિકલ સામાનનો ઓર્ડર આવ્યો હતો. અત્યાર સુધીમાં જે મેડિકલ સામાન વેચ્યો તેનાથી ચીને ૧.૪ અબજ ડોલરની કમાણી કરી લીધી છે.

જોકે બીજી તરફ તુર્કી, નેધરલેન્ડ, ફિલિપાઇન્સ, ક્રોટીઆ, તુર્કી અને સ્પેનમાં ચીને જે સામાન મોકલ્યો તો અત્યંત હલકી ક્વોલિટીનો નિકળ્યો જેને પગલે તેને પરત આપવાની જાહેરાત કરી દીધી છે જ્યારે પાકિસ્તાનને બ્રામાંથી બનેલા માસ્ક વેચી દીધા છે.

ગત સપ્તાહે આ દેશોની સરકારે પણ કહ્યું હતું કે ચીને જે માસ્ક મોકલ્યા છે તેની ક્વોલિટી અત્યંત નબળી કક્ષાની છે. જોકે ચીને કહ્યું હતું કે અમારે ત્યાં અલગ અલગ પ્રકારના માસ્કનો ઉપયોગ થાય છે જેવી માગણી કરી તેવા આપ્યા છે. 

Tags :