ગુજરાતમાં કોરોનાના 122 પોઝિટીવ કેસ નોંધાયા: 11ના મોત, 18 સાજા થયા
- અમદાવાદમાં કોરોનાના કુલ 53 પોઝિટીવ કેસ
અમદાવાદ, તા. 5 એપ્રિલ 2020 રવિવાર
સુરતમાં પાલનપોર વિસ્તારમાં કોરોના પોઝીટિવ 61 વર્ષીય મહિલાનું મોત થતા રાજ્યમાં કોરોનાથી કુલ મોતની સંખ્યા 11 થઈ ગઈ છે. ગત મોડીરાત્રે સુરત ખાતે કોરોના પોઝિટિવ વૃદ્ધાનું મોત નીપજ્યું હતુ. આમ સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નીપજતાં રાજ્યમાં કુલ મોતની સંખ્યા 11 પર પહોંચી ગઇ છે.
સિદ્ધપુરમાં કોરાના પોઝિટિવનો કેસ મળ્યો. છાપી, મજાદરના બે શખ્સો પોઝિટિવના સંપર્કમાં આવ્યા હતા. વડગામ આરોગ્ય વિભાગે બન્નેને કોરેન્ટાઇન કર્યાં. છાપી પ્રાથમિક કેન્દ્રમા કોરેન્ટાઇન કરાયા. હાલમાં બન્ને શખ્સોને કોરોનાના લક્ષણો ન હોવાનો આરોગ્ય વિભાગે દાવો કર્યો છે. સંપર્કમાં આવેલા શખ્સોને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. એસવીપી હોસ્પિટલમાંથી એક દર્દીને રજા અપાઈ છે.
સુરતના પાલ વિસ્તારમાં રહેતા રજનીબેન નામના 61 વર્ષિય મહિલાનો કાલે રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. મહિલાના પુત્રની મુંબઇની ટ્રાવેલ હિસ્ટ્રી હતી. આ મહિલાને મિશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વડોદરામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોધાયો છે. નાગરવાડાનાં 54 વર્ષનાં પ્રૌઢને કોરોના પોઝીટિવ આવ્યો છે. વડોદરામાં કેસનો આંકડો 10 એ પહોંચ્યો.
કોરોનાગ્રસ્ત જિલ્લાઓમાં વધુ એક જિલ્લાનો ઉમેરો થયો. છોટાઉદેપુરમાં પણ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો. બોડેલીનાં 60 વર્ષનાં વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો.
- અમદાવાદ 53
- ગાંધીનગર 13
- સુરત 15
- વડોદરા 10
- રાજકોટ 10
- કચ્છ 1
- ભાવનગર 11
- મહેસાણા 1
- ગીર સોમનાથ 2
- પોરબંદર 3
- પંચમહાલ 1
- પાટણ 1
- છોટાઉદેપુર 1