Get The App

હાઈડ્રોક્સિક્લોરોક્વિનની સરળતાથી નહી થઈ શકે નિકાસ, સરકારે પ્રતિબંધો સખ્ત કર્યાં

Updated: Apr 5th, 2020

GS TEAM

Google News
Google News
હાઈડ્રોક્સિક્લોરોક્વિનની સરળતાથી નહી થઈ શકે નિકાસ, સરકારે પ્રતિબંધો સખ્ત કર્યાં 1 - image

નવી દિલ્હી, તા. 05 એપ્રીલ 2020, રવિવાર

સરકાર દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના લીધે સ્થિતિ બગડવાની આશંકાઓ જોતા મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવા હાઈડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પર પ્રતિબંધ વધારે સખ્ત કરી દીધી છે તથા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના એકમો પર પણ પ્રતિબંધ હેઠળ લઈ લીધાં છે. સરકારે કોરોના વાઈરસના લીધે સ્થિતિ બગડવાની આશંકાને જોતા આ રોક લગાવી છે. જેથી દેશમાં જરૂરી સેવાની અછત સર્જાય નહી.

વિદેશ વેપાર મહાનિદેશાલયે એક નોટિફિકેશનમાં કહ્યું કે, હાઈડ્રોક્સિક્લોરોક્વિન તથા તેનાથી બનતી અન્ય દવાઓની નિકાસ હવે સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાંથી પણ થઇ શકશે નહી પછી ભલે તેના માટે પૂર્વ મંજુરી લઈ લીધો હોય અથવા પેમેન્ટ થઈ ગયું હોય. નિકાસ પર કોઈ પણ પ્રકારની છૂટ વિના પ્રતિબંધ રહેશે.

નોંધનીય છે કે, કસ્ટમ ડ્યૂટીના નિયમોના મામલે સેઝ વિદેશી એકમ માનવામાં આવે છે. આ કારણે નિકાસ પર રોકનો આદેશ સામાન્ય રીતે સેઝ લાગૂ થતો નથી. સરકારે ડોમેસ્ટીક બજારમાં પુરતા પ્રમાણમાં આ દવા રહે તે માટે હાઈડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પર 25 માર્ચ સુધી રોક લગાવવાની જાહેરાત કરી હતી.
Tags :