Get The App

ચીને પાક.ને એન-95ના બદલે 'બ્રા'માંથી બનેલા માસ્ક પધરાવી દીધા

- વિશ્વમાં કોરોના ફેલાવનારુ ચીન નકલી મેડિકલ સામાન વેચી વ્યાપાર કરવા લાગ્યું

Updated: Apr 4th, 2020

GS TEAM

Google News
Google News
ચીને પાક.ને એન-95ના બદલે 'બ્રા'માંથી બનેલા માસ્ક પધરાવી દીધા 1 - image


- સ્પેન, નેધરલેન્ડ સહિતના અન્ય દેશોએ પણ ચીનના મેડિકલ સામાનની ફરિયાદ કરી, પરત મોકલવા નિર્ણય 

- પાકિસ્તાને તપાસ કર્યા વગર જ અન્ડરવેરમાંથી તૈયાર કરેલા માસ્ક હોસ્પિટલોમાં ડોક્ટર-નર્સને આપી દીધા

બેઇજિંગ, તા. 4 એપ્રિલ 2020, શનિવાર

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ ફેલાવનારા ચીને હાલ પોતાના દેશમાંથી કોરોના વાઇરસનો નાશ કરી નાખ્યો છે અને રાબેતા મુજબ બધા માર્કેટ ખોલી નાખ્યા છે. હવે ચીન જે દેશોમાં કોરોના ફેલાયો છે ત્યાં માસ્ક જેવી વસ્તુઓ વેચીને વ્યાપાર કરવા લાગ્યું છે. જોકે હંમેશા બનાવટી અને નબળો માલ પધરાવવા માટે જાણીતા ચીને પાકિસ્તાનને માસ્ક મુદ્દે પણ છેતર્યું છે. ચીને પાકિસ્તાનને જે માસ્ક મોકલ્યા તે અન્ડરવેરથી બનાવવામાં આવ્યા છે. 

એક રિપોર્ટ અનુસાર ચીને પાકિસ્તાનને એન૯૫ માસ્ક આપવાના હતા પણ તેના બદલામાં જે માસ્ક મોકલ્યા તે અન્ડરવેરથી તૈયાર કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. આ પહેલા યુરોપના પણ અનેક દેશોએ ચીનના માસ્ક પર સવાલો ઉઠાવ્યા હતા. ચીને મોકલેલા માસ્ક અને કીટ ખરાબ ક્વોલિટીના નિકળ્યા છે. સ્પેન અને નેધરલેન્ડે તો ચીને જે મેડિકલ સહિતની સામગ્રી મોકલી હતી તેને પરત આપવાની વાત કરી છે. 

ચીને ગત સપ્તાહે પાકિસ્તાનને વચન આપ્યું હતું કે તે કોરોના વાઇરસ સામે લડવામાં સક્ષમ ગણાતા એન૯૫ માસ્ક મોકલશે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન કોરોના સામેની લડાઇમાં વારંવાર ચીનના વખાણ કરી રહ્યા છે અને ચીન બધી મદદ કરી રહ્યું હોવાના દાવા કરી રહ્યા છે જ્યારે એક રિપોર્ટ અનુસાર ચીને પાકિસ્તાનને બહુ મોટા જથ્થામાં માસ્ક મોકલ્યા છે પણ તે અત્યંત ખરાબ ક્વોલિટીના નિકળ્યા છે. અન્ડરવેર માટે જે કાપડ અને ક્વોલિટીનો ઉપયોગ કર્યો તેનાથી જ માસ્ક બનાવી નાખ્યા અને પાકિસ્તાનને પધરાવી દીધા છે. 

જ્યારે આ માસ્ક પાકિસ્તાન પહોંચ્યા ત્યારે તેની ચકાસણી કર્યા બાદ પાકિસ્તાનનો મેડિકલ સ્ટાફ પણ આશ્ચર્યમાં મુકાયો હતો. અન્ય એક હાસ્યાસ્પદ બાબત એ છે કે પાકિસ્તાનની મેડિકલ ટીમે યોગ્ય ચકાસણી કર્યા વગર જ આ અન્ડરવેરમાંથી બનાવવામાં આવેલા માસ્કને પોતાની હોસ્પિટલોમાં ડોક્ટર વગેરેેને પહોંચતા કરી દીધા હતા. ચીને પાકિસ્તાનને પત્ર લખીને કહ્યું હતું કે તે બે લાખ સામાન્ય માસ્ક, બે હજાર એન૯૫ માસ્ક અને પાંચ વેન્ટીલેટર મોકલી રહ્યું છે. જોકે અત્યાર સુધીમાં તેણે માસ્ક મોકલ્યા છે પણ અન્ય કઇ કઇ સામગ્રી મોકલી તેનો કોઇ રિપોર્ટ સામે નથી આવ્યો.

Tags :