For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 16 of lockdown: ન્યુયોર્કમાં એક જ દિવસમાં 731 મોત, એકલા અમેરિકામાં ચીન કરતાં પાંચગણા કેસ

Updated: Apr 9th, 2020

Day 16 of lockdown: ન્યુયોર્કમાં એક જ દિવસમાં 731 મોત, એકલા અમેરિકામાં ચીન કરતાં પાંચગણા કેસઅમદાવાદ, તા. 9 એપ્રિલ 2020, ગુરૂવાર

દિવસભર ડ્યુટી અને સાંજે જરુરિયાતમંદ માટે આ મહિલા પોલીસ બનાવે છે માસ્ક
દેશમાં કોરોના વાઇરસ જંગલની આગની જેમ ફેલાઇ રહ્યો છે. કોરોના વાઇરસના કહેર સમગ્ર દુનિયાના હાલ બેહાલ છે. તાજેતરના આંકડા અનુસાર દુનિયામાં અત્યાર સુધીમાં 88,338 લોકોનો મોત થઇ ચુક્યાં છે અને 15 લાખથી વધારે લોકો સંક્રમિત છે. Read More...


અહો આશ્ચર્યમ્: લુધિયાણામાં કોરોના પોઝિટિવ ચોરનાં કારણે 17 પોલીસકર્મી ક્વારન્ટાઇન
પંજાબના લુધિયાણામાં પોતાની સત્તાવાર ફરજ બજાવવા જતાં પોલીસવાળા સપડાઇ ગયા છે. તેમણે પકડેલો એક ચોર કોરોના પોઝિટિવ હોવાની જાણ બે દિવસ પછી થતાં 17 પોલીસવાળાને ક્વોરન્ટાઇન થવું પડ્યું છે. Read More...


Covid-19: દેશમાં 400 જિલ્લા એવા પણ છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને સાથે-સાથે સરકાર તથા દેશના લોકોની ચિંતા પણ વધી રહી છે. જોકે, આ બધાની વચ્ચે એક સારી વાત એ છે કે, સમગ્ર દેશમાં કુલ 400 જિલ્લા એવા છે જ્યાં હજુ સુધી કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી. Read More...


કોરોનાસૂરે ભારતમાં મચાવી તબાહી : 31 માર્ચ સુધી કાબુમાં રહેલા દૈત્યએ 9 દિવસમાં જ 4 ગણા કેસ કરી દીધા
ચીનમાંથી ઉત્પન્ન થયેલા કોરોના વાયરસે પહેલાં ચીનને પોતાના સકંજામાં લીધું ત્યારે જ એશિયાના બીજા નંબરની વસતિ ધરાવતા મહાકાય ભારત દેશ માટે તે કેવી આફત સર્જવાનો છે તેના એંધાણ મળી ગયા હતા. જો કે ચીનથી ભારત આવવાની જગ્યાએ કોરોનાએ યુરોપમાં તોફાન મચાવ્યું અને સમગ્ર યુરોપની કમર ભાંગી નાખી. Read More...


COVID19: છેલ્લા 24 કલાકમાં 20નાં મોત, પોઝિટિવ કેસ 5865 અને કુલ મૃત્યુંઆંક 169
દેશમાં છેલ્લા 24 કલાકમાં 591 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંક 6000ની નજીક પહોંચ્યો છે. અને આ કારણે વધું 20 લોકોનું મોત થતા મૃત્યુંઆંક 169 પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં કુલ 478 લોકો સારવાર લઈ સાજા થયા છે. કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરૂવાર સાંજે આ માહિતી આપી. Read More...


જુવાનીયાઓની ફોજ જ દેશને હતો એવો ને એવો કરી મોદીને ભેટ આપશે, અર્થતંત્રને બેઠુ થતા વાર નહીં લાગે
ભારતીય અર્થતંત્ર સામે પડકારો છે તો સામે તેના પ્લસ પોંઇન્ટ પણ છે કે જે આ આપત્તિમાં પણ અવસર સર્જી શકે છે. લોકડાઉનમા લકવામાં પડેલી ભારતીય અર્થવ્યવસ્થાના બે મજબૂત સ્થંભ પણ છે. એક તો વિશાળ બજાર અને બીજું દુનિયાની સૌથી યુવાન વસતી. Read More...


Coronavirus: 193 દેશોમાં 88,981 દર્દીઓનું મોત, પોઝિટિવ કેસ 15 લાખને પાર
વિશ્વવ્યાપી કોરોના વાયરસ રોગચાળાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ગુરુવારે (9 એપ્રિલ) વધીને 88,981 થઈ ગઈ છે. આ માહિતી એએફપી દ્વારા સરકારી સ્ત્રોતોના ડેટાને આધારે બહાર આવી છે. Read More...


કોરોના વાઈરસ સામે લડવા માટે સરકારે 15,000 કરોડના પેકેજને મંજૂરી આપી
કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે કેન્દ્ર સરકારએ મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય હેલ્થ સિસ્ટમને વ્યવસ્થિત કરવા માટે 15 હજાર કરોડ રૂપિયાનાં રાહત પેકેજની ઘોષણઆ કરી છે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પૂરું ફંડ આપવાની મંજૂરી આપી છે. Read More...


WHOનો ટ્રમ્પને જવાબઃ કોરોના વાયરસ પર રાજકારણ ન રમવું જોઈએ
વોશિંગટનઃ કોરોના વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં 88 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. માત્ર અમેરિકામાં જ અત્યાર સુધી 14700 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 4 લાખ 30 હજાર અમેરિકનો કોરોના પોઝિટિવ છે. Read More...


'રામાયણ' અને 'મહાભારતે' દૂરદર્શનને TRP રેસમાં બનાવી દીધુ નંબર વન
લોકડાઉન દરમિયાન રામાયણ અને મહાભારત દર્શાવવાનો નિર્ણય સુપરહીટ પૂરવાર થયો છે. આ બંને સિરિયલના કારણે દૂરદર્શનની ટીઆરપી આસમાનને સ્પર્શી રહી છે. દેશમાં જોવાતી બીજી મનોરંજક ચેનલોની સામે દૂરદર્શન નંબર વન પર પહોંચી ગયુ છે. આ પહેલા મનોરંજક ચેનલોના લિસ્ટમાં દૂરદર્શન ટોપ 10માં પણ સામેલ નહોતુ. Read More...


ભારતને દર્દીઓની સારવારમાં કરતા મેડિકલ સ્ટાફ માટે PPEના સપ્લાયની ચિંતા
કોરોનાના વધતા જતા દર્દીઓ વચ્ચે સ્વાસ્થ્યકર્મીઓ માટેના PPE(પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ)સુટની અછતની ચિંતા સરકારને સતાવી રહી છે. Read More...


કોરોનાના કહેર વચ્ચે ભોજન માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે અમેરિકન્સ
કોરોનાના કહેરથી અમેરિકામાં ખાનાખરાબી થઈ રહી છે.કોરોનાએ બેહાલ કરી દીધેલા અમેરિકામાં હવે ભૂખ્યા અમેરિકનો ભોજન માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 14795 લોકોના મોત થઈ ચુક્યા છે અને 4.35 લાખ લોકો કોરોનાના દર્દીઓ છે. Read More...


દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 15 લાખનો આંક વટાવી ગઈ, ચીનમાં 63 નવા કેસ
દુનિયાભરમાં કોરોના વાયરસનો કોહરામ યથાવત છે. દુનિયાના 192 દેશોમાં પહોંચેલા કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 15 લાખને પાર કરી ગઈ છે. જાણકારી પ્રમાણે દુનિયામાં હાલમાં કોરોનાના 15.02 લાખ દર્દીઓ છે. કોરોનાએ દુનિયામાં 87000 લોકોનો ભોગ લીધો છે. Read More...


તમે કોરોના ફેલાવો છો કહીને યુવકે મહિલા ડોક્ટરને મારી દીધો લાફો

એક તરફ ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવાર માટે પોતાના જાનની બાજી લગાડી રહ્યા છે તો બીજી તરફ તેમની સાથે ખરાબ વર્તનના કેસ પણ બની રહ્યા છે. દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં યુવકે કહ્યુ હતુ કે, તમે અહીંયા ના આવો, તમે હોસ્પિટલમાં કામ કરો છો અને કોરોના વાયરસ ફેલાવો છે.જ્યારે ડોક્ટરે તેની વાતનો વિરોધ કર્યો ત્યારે યુવકે Read More...


ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 5700નો પાર, 166ના મોત
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હવે દર્દીઓનો આંકડો 5700ને પાર થઈ ગયો છે. બીજી તરફ 166 લોકો આ બીમારીના કારણે મોતને ભેટી ચુક્યા છે. લોકડાઉન વચ્ચે કોરોનાના કહેરમાં 473 લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોધાયા છે.  Read More...


મુશ્કેલ સમય જ મિત્રોને નજીક લાવે છે, ટ્રમ્પને પીએમ મોદીનો જવાબ
અમેરિકામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ભારતમાંથી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસને ભારતે મંજૂરી આપ્યા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર આફરીન થઈ ગયા છે. Read More...


દેશવાસીઓ સમક્ષ કરેલા પ્રવચનમાં બ્રાઝિલના પીએમે માન્યો ભારતનો આભાર
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ પીએમ મોદીનો પત્ર લખીને તો આભાર માન્યો જ હતો પણ સંકટની ઘડીમાં મદદ બદલ પોતાના દેશવાસીઓ સમક્ષ પણ ભારતના વખાણ કર્યા છે. Read More...


સરકાર ઉદ્યોગો માટે કરી શકે છે એક લાખ કરોડના રાહત પેકેજનુ એલાન
દેશના ગરીબ લોકો માટે લોકડાઉન વખતે 1.7 લાખ કરોડના પેકેજની જાહેરાત બાદ હવે ઉદ્યોગોને એક લાખ કરોડનુ પેકેજ આપવાની તૈયારી સરકાર કરી રહી છે. ઉદ્યોગો લોકડાઉનના કારણે જે નુકસાન જઈ રહ્ય છે તેને લઈને સતત સરકાર પર રાહત આપવા માટે દબાવ બનાવી રહ્યા છે. Read More...


PM મોદી શાનદાર છે, ભારતે કરેલી મદદ અમેરિકા નહી ભુલેઃ ભારત પર ફીદા થયા ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્પતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસની ભારતે આપેલી છુટ બાદ ભારતના અને પીએમ મોદીના ભરપૂર વખાણ કર્યા છે. મ્પે લખ્યુ હતુ કે, અસાધારણ સંજોગોમાં મિત્રો વચ્ચે વધારે ઘનિષ્ઠ સબંધોની અને સહકારની જરુર હોય છે. હાઈડ્રોક્સીક્લોરોક્વીનના નિર્ણય પર ભારતના લોકો અને ભારતનો ધન્યવાદ. Read More...


રાજ્યમાં કોરોનાના 55 નવા કેસ જેમાંથી 50 એકલા અમદાવાદના હોટસ્પોટ વિસ્તારમાંથી
રાજ્યમાં કોરોના વાઇરસે કુદકેને ભૂસકે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 55 કેસ સામે આવ્યાં છે. જેમાંથી 50 કેસ એકલા અમદાવાદમાં જાહેરકરાયેલા હોટસ્પોટ વિસ્તારના છે. આ સાથે રાજ્યમાં કોરોના કુલ પોઝિટિવ કેસ 241 થવા પામ્યા છે. Read More...


અમદાવાદમાં હજુ મોટી સંખ્યામાં કેસોમાં વધારો થઇ શકે: મ્યુનિ. કમિશનર
અમદાવાદમાં કોરોનાના સતત વધતા કેસોને લઇને આરોગ્ય વિભાગે શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાની કામગીરી વધુ સઘન બનાવી છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા કહ્યું કે અમદાવાદમાં કોટ વિસ્તારમાં કેસો વધતા સમગ્ર વિસ્તારને બફર ઝોન જાહેર કરી લોકોનું મેડિકલ ચેકઅપ કરાઇ રહ્યું છે. અમદાવાદમાં હજુ મોટી સંખ્યામાં કેસોમાં વધારો થઇ શકે છે. Read More...


ન્યુયોર્ક રાજ્યમાં એક જ દિવસમાં 731 મોત, એકલા અમેરિકામાં ચીન કરતાં પાંચગણા કેસ
અમેરિકાના ન્યુયોર્ક રાજ્યમાં કોરોનાથી એક જ દિવસમાં 731 મોત નોંધાયા હતા. એ સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક સાડા પાંચ હજાર નજીક પહોંચ્યો હતો. અમેરિકામાં ન્યુયોર્ક સ્ટેટ અને ન્યુયોર્ક સિટી બન્ને કોરોનાના એપીસેન્ટર બન્યાં છે.  Read More...



Gujarat