કોરોનાના કહેર વચ્ચે ભોજન માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે અમેરિકન્સ
વોશિંગ્ટન, તા. 9 એપ્રિલ 2020, ગુરુવાર
કોરોનાના કહેરથી અમેરિકામાં ખાનાખરાબી થઈ રહી છે.કોરોનાએ બેહાલ કરી દીધેલા અમેરિકામાં હવે ભૂખ્યા અમેરિકનો ભોજન માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે.
અમેરિકામાં અત્યાર સુધીમાં 14795 લોકોના મોત થઈ ચુક્યા છે અને 4.35 લાખ લોકો કોરોનાના દર્દીઓ છે.
બીજી તરફ અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં ભોજનનુ વિતરણ કરતી ફૂડ બેન્ક પર લાંબી લાઈન જોવા મળી હતી.અહીંયા સામાન્ય રીતે 100 લોકોને ભોજન અપાય છે પણ હવે 900 લોકો ભોજન માટે પહંચી ગયા હતા.
આ જ સ્થિતિ વોશિંગ્ટન સ્ટેટમાં જોવા ણળી રહી છે. હાલત એવી હતી કે, ભોજનનુ યોગ્ય રીતે વિતરણ કરવા માટે નેશનલ ગાર્ડને બોલાવવા પડ્યા હતા. કોરોનાથી જે રાજ્યો પ્રભાવિત છે ત્યાં ભોજનની માંગ અસાધારણ રીતે વધી રહી છે. બીજી તરફ ભોજનનુ વિતરણ કરતી ફૂડ બેન્કોને બેવડો માર પડી રહ્યો છે. આ કામ માટે ડોનેશન ઓછુ થઈ ગયુ છે અને સ્વયંસેવકો પણ મળી રહ્યા નથી.જેથી અમેરિકામાં આપાતકાલીન સ્થિતિમાં ફરજ બજાવતા નેશનલ ગાર્ડને બોલાવીને ફૂડ બેન્કની સુરક્ષા કરવાની ફરજ પડી રહી છે.
આવી જ એક ફૂડ બેન્કના અધિકારી કહે છે કે, 16 વર્ષમાં મેં આ પ્રકારની ભીડ ક્યારેય જોઈ નથી.
Bread lines were the iconic images of the Great Depression. Lines of cars waiting for boxes of food may be the Covid-19 version. https://t.co/ZgJ4jq62u3 https://t.co/hO4lUQMZsf
— Nicholas Kulish (@nkulish) April 8, 2020