Get The App

WHOનો ટ્રમ્પને જવાબઃ કોરોના વાયરસ પર રાજકારણ ન રમવું જોઈએ

Updated: Apr 9th, 2020

GS TEAM

Google News
Google News
WHOનો ટ્રમ્પને જવાબઃ કોરોના વાયરસ પર રાજકારણ ન રમવું જોઈએ 1 - image

નવી દિલ્હી, 9 એપ્રિલ 2020 ગુરૂવાર

વોશિંગટનઃ કોરોના વાયરસ (Coronavirus)થી દુનિયાભરમાં અત્યાર સુધીમાં 88 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. માત્ર અમેરિકામાં જ અત્યાર સુધી 14700 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 4 લાખ 30 હજાર અમેરિકનો કોરોના પોઝિટિવ છે.

એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પર જોરદાર નિશાન સાધ્યું છે. તેઓએ આ ભયાનક સ્થિતિ માટે WHOને જવાબદાર ઠેરવ્યું છે.

પરંતુ હેવ ટ્રમ્પને WHOના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમ ગેબ્રિયેસસ (Dr Tedros Adhanom Ghebreyesus)એ વળતો જવાબ આપતા કહ્યું કે, કોરોના વાયરસ પર રાજકારણ ન કરવું જોઈએ.

WHOનો જવાબ

જીનેવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન WHOના ડાયરેક્ટર જનરલે કહ્યું કે, કોરોના વાયરસ પર રાજકાકરણ ન કરવું જોઈએ. હાલ જરૂર છે કે આપણે સૌ સાથે મળી કામ કરીએ.

જો તમે નહીં સુધરો તો આપણી સામે વધુ કૉફિન પડેલા હશે. હાલનો સમય કોરોના વાયરસની લડાઈમાં ચીન અને અમેરિકાએ સાથે મળી કામ કરવું જોઈએ.

WHOએ કર્યો બચાવ

ટેડરોસે WHOનો બચાવ કરતા કહ્યું કે, નવા વર્ષના દિવસે જ્યારે ચીનમાં આ વાયરસ વિશે જાણવા મળ્યું તો WHO તાત્કાલિક હરકતમાં આવી ગયું. 5 જાન્યુઆીરએ અમે તમામ સભય દેશોને તેની સૂચના આપી દીધી.

ત્યારબાદ 10 જાન્યુઆરી સુધી વાયરસથી લડવા માટે ગાઇડલાઇન્સ પણ જાહેર કરી દેવામાં આવી. જ્યારે જાણવા મળ્યું કે આ વાયરસથી કોમ્યુનિટી આઉટબ્રેક થઈ રહ્યો છે તો અમે પબ્લિક હેલ્થ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી.

ટ્રમ્પે WHOને આપી હતી ધમકી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ કોવિડ-19 મહામારીનો સામનો કરવા મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે WHOને ચીનના હિમાયતી ગણાવતાં તેમનું ફન્ડિંગ રોકવાની ધમકી આપી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, WHOને અમેરિકાથી મોટાપાયે ફન્ડિંગ મળે છે. મેં ચીનના પ્રવાસ પર પ્રતિબંધ લગાવ્યો તો તેઓ મારાથી અસહમત હતા અને તેઓએ (WHO)એ મારી ટીકા કરી.

તેઓ ઘણી બધી બાબતે ખોટા હતા. એવું લાગી રહ્યું છે કે તેમની ચીન તરફ વધુ ધ્યાન છે. અમે WHO પર ખર્ચ થતી રકમ પર રોક લગાવવા જઈ રહ્યા છીએ.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કોરોના વાયરસ પર ડેઇલી બ્રીફિંગ દરમિયાન આ વાત કહી હતી. તેઓએ કહ્યું હતું કે, અમે WHO પર ખૂબ જ શક્તિશાળી પ્રતિબંધ લગાવવા જઈ રહ્યા છીએ અને અમે તેનું ધ્યાન રાખવાના છીએ.જો આ કામ કરશે તો ખૂબ સારી બાબત હશે, પરંતુ જ્યારે તેઓ દરેક પગલાને ખોટો કહે છે તો તે સારું નથી.

Tags :