સરકાર ઉદ્યોગો માટે કરી શકે છે એક લાખ કરોડના રાહત પેકેજનુ એલાન
નવી દિલ્હી, તા. 9 એપ્રિલ 2020, ગુરુવાર
દેશના ગરીબ લોકો માટે લોકડાઉન વખતે 1.7 લાખ કરોડના પેકેજની જાહેરાત બાદ હવે ઉદ્યોગોને એક લાખ કરોડનુ પેકેજ આપવાની તૈયારી સરકાર કરી રહી છે.
ઉદ્યોગો લોકડાઉનના કારણે જે નુકસાન જઈ રહ્ય છે તેને લઈને સતત સરકાર પર રાહત આપવા માટે દબાવ બનાવી રહ્યા છે.ઉદ્યોગ જગતનુ માનવુ છે કે, ઈન્ડસ્ટ્રિઝને બચાવવી હશે તો વહેલી તકે સરકારે રાહત પેકેજ જાહેર કરવુ પડશે.
ભારતની ઈકોનોમીને ટેકો આપવા માટે ઓછામાં ઓછા 200 અબજ ડોલરના પેકેજની જરુર છે. આગામી 3 મહિનામાં જ આ પૈકીના 100 અબજ ડોલરની જરુર પડશે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે આ રકમ નોકરીઓ અને આવકમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે જરુરી છે. સરકારે 3 મહિન માટે જીએસટી 50 ટકા અને નાણાકીય વર્ષ માટે 25 ટકા ઓછો કરવા પર વિચાર કરવો જોઈએ.
ઉદ્યોગોની માંગ છે કે, બેન્કોને પણ 30000 કરોડ રુપિયાની મૂડી આપવામાં આવે. જેથી ઉદ્યોગોને મદદ થઈ શકે.