Get The App

તમે કોરોના ફેલાવો છો કહીને યુવકે મહિલા ડોક્ટરને મારી દીધો લાફો

Updated: Apr 9th, 2020

GS TEAM

Google News
Google News
તમે કોરોના ફેલાવો છો કહીને યુવકે મહિલા ડોક્ટરને મારી દીધો લાફો 1 - image

નવી દિલ્હી, તા. 9 એપ્રિલ 2020, ગુરુવાર

એક તરફ ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવાર માટે પોતાના જાનની બાજી લગાડી રહ્યા છે તો બીજી તરફ તેમની સાથે ખરાબ વર્તનના કેસ પણ બની રહ્યા છે

દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં ફરજ બજાવતી એક મહિલા ડોક્ટરે લગાવેલા આરોપ પ્રમાણે આ ડોક્ટર પોતાના ઘર પાસે ફ્રુટ લેવા માટે ગઈ હતી ત્યારે ત્યાં ઉભેલા એક યુવકે તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો.

તમે કોરોના ફેલાવો છો કહીને યુવકે મહિલા ડોક્ટરને મારી દીધો લાફો 2 - imageયુવકે કહ્યુ હતુ કે, તમે અહીંયા ના આવો, તમે હોસ્પિટલમાં કામ કરો છો અને કોરોના વાયરસ ફેલાવો છે.જ્યારે ડોક્ટરે તેની વાતનો વિરોધ કર્યો ત્યારે યુવકે ડોક્ટરને લાફો માર્યો હતો. એ પછી તે ત્યાંથી જતો રહ્યો હતો.

ચોંકાવનારી વાત એ છે કે, આસપાસ ઉભેલા લોકોમાંથી કોઈએ મદદ કરી એ પછી ડોકટરે જાતે ફોન કરીને પોલીસને બોલાવી હતી.


Tags :