Get The App

દિવસભર ડ્યુટી અને સાંજે જરુરિયાતમંદ માટે આ મહિલા પોલીસ બનાવે છે માસ્ક

- કોરોના વાઇરસના કોપ વચ્ચે મધ્યપ્રદેશનાં મહિલા પોલીસકર્મીઓની પ્રેરણાદાયક કહાણી

Updated: Apr 9th, 2020

GS TEAM

Google News
Google News
દિવસભર ડ્યુટી અને સાંજે જરુરિયાતમંદ માટે આ મહિલા પોલીસ બનાવે છે માસ્ક 1 - image

દેશમાં કોરોના વાઇરસ જંગલની આગની જેમ ફેલાઇ રહ્યો છે. કોરોના વાઇરસના કહેર સમગ્ર દુનિયાના હાલ બેહાલ છે. તાજેતરના આંકડા અનુસાર દુનિયામાં અત્યાર સુધીમાં 88,338 લોકોનો મોત થઇ ચુક્યાં છે અને 15 લાખથી વધારે લોકો સંક્રમિત છે. 

કોરોનાવાઇરસને પગલે દેશભરમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. એવામાં ઘરમાંથી બહાર નીકળી પોલીસ અધિકારી જ સુપરહીરો બની નાગરિકની મદદ કરી રહીં છે.

બીજી તરફ એક મહિલા પોલીસકર્મીની પ્રેરણાદાયક કહાણી સામે આવી છે. મહિલા પોલીસકર્મી દિવસભર ફરજ પુરી કરી કર્યા બાદ જરુરિયાતમંદ લોકો માટે માસ્ક બનાવે છે.

એક ટ્વીટર યુઝર્સે આ મહિલા કોન્સ્ટેબલની તસવીરે શેર કરતા લખ્યુ,‘મહિલા પોલીસકર્મીનું નામ સૃષ્ટિ સ્ત્રોતિયા છે. સૃતિ મઘ્યપ્રદેશના સુરઇ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કાર્યકત છે અને તે પોતાની ડ્યુટી બાદ જરુરિયાતમંદ લોકો માટે માસ્ક બનાવે છે. આ માસ્ક તે લોકો માટે બનાવી રહ્યાં છે જેમની પાસે માસ્ક નથી.

માસ્ક બનાવતી મહિલાની તસવીર વાયરલ થયા બાદ લોકો પ્રશંસા કરી રહ્યાં છેસ લોકોનું કહેવું છે કે આ છે આપણા સાચા હીરો.


Tags :