Get The App

પીએમ મોદી શાનદાર છે, ભારતે કરેલી મદદ અમેરિકા નહી ભુલેઃ ભારત પર ફીદા થયા ટ્રમ્પ

Updated: Apr 9th, 2020

GS TEAM

Google News
Google News
પીએમ મોદી શાનદાર છે, ભારતે કરેલી મદદ અમેરિકા નહી ભુલેઃ ભારત પર ફીદા થયા ટ્રમ્પ 1 - image

નવી દિલ્હી, તા.9 એપ્રિલ 2020, ગુરુવાર

અમેરિકન રાષ્ટ્પતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસની ભારતે આપેલી છુટ બાદ ભારતના અને પીએમ મોદીના ભરપૂર વખાણ કર્યા છે.

ટ્રમ્પે લખ્યુ હતુ કે, અસાધારણ સંજોગોમાં મિત્રો વચ્ચે વધારે ઘનિષ્ઠ સબંધોની અને સહકારની જરુર હોય છે. હાઈડ્રોક્સીક્લોરોક્વીનના નિર્ણય પર ભારતના લોકો અને ભારતનો ધન્યવાદ.આ લડામાં માત્ર ભારત જ નહી માનવતાની મદદ કરવા માટે મજબૂત લીડરશીપ ધરાવતા પીએમ મોદીનો પણ આભાર.

પીએમ મોદી શાનદાર છે, ભારતે કરેલી મદદ અમેરિકા નહી ભુલેઃ ભારત પર ફીદા થયા ટ્રમ્પ 2 - imageટ્રમ્પે કહ્યુ હતુ કે, અમે જે ચીજ માગી હતી તેને આપવાની મંજૂરી આપવા બદલ પીએમ મોદીનો હું આભાર માનુ છું. અમેરિકા આ વસ્તુ યાદ રાખશે.

ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી અપીલ બાદ ભારતે આ દવાની નિકાસની મંજૂરી આપી હતી. અમેરિકામાં કોરોનાના કહેર વચ્ચે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનો સારવાર માટે ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે.

Tags :