દેશવાસીઓ સમક્ષ કરેલા પ્રવચનમાં બ્રાઝિલના પીએમે માન્યો ભારતનો આભાર
બ્રાઝિલિયા, તા. 9 એપ્રિલ 2020, ગુરુવાર
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ પીએમ મોદીનો પત્ર લખીને તો આભાર માન્યો જ હતો પણ સંકટની ઘડીમાં મદદ બદલ પોતાના દેશવાસીઓ સમક્ષ પણ ભારતના વખાણ કર્યા છે.
બોલસોનારોએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં કહ્યુ હતુ કે, હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા માટે ભારતનો અને પીએમ મોદીનો આભાર, મારી પીએમ મોદી સાથે થયેલી સીધી વાતચીતના પગલે અમને કોરોનાના ઉપચાર માટે દવા બનાવવાનો રો મટિરિયલ ભારત તરફથી મળશે.
આ પહેલા બ્રાઝિલના રાષ્ટ્રપતી જેર બોલસોનારોએ ભારત દ્વારા હાઈડ્રોકસીક્લોરોક્વીન દવાની મદદ બદલ પીએમ મોદીને એક પત્ર લખીને કહ્યુ હતુ કે, સંકટની ઘડીમાં ભારતે કરેલી મદદ એ જ પ્રકારની છે જે રીતે હનુમાનજીએ ભગવાન રામના ભાઈ લક્ષ્મણનો સંજીવની લાવીને જીવ બચાવ્યો હતો. ભારત અને બ્રાઝિલ સંકટની આ ઘડીમાં એક સાથે રહીને તેનો સામનો કરી રહ્યા છે અને તેમાંથી સફળતાપૂર્વક બહાર આવશે.
Brazil Pres Jair Bolsonaro in his address to the nation thanked PM Modi for helping Brazil with Hydroxychroloquine. He said, "As an outcome of my direct conversation with Indian PM, we'll receive, raw materials to continue our production of Hydroxychloroquine to treat COVID-19". pic.twitter.com/awn3MYuem4
— ANI (@ANI) April 9, 2020