Get The App

અમદાવાદમાં હજુ મોટી સંખ્યામાં કેસોમાં વધારો થઇ શકે: મ્યુનિ. કમિશનર

- અમે 50 કેસો શોધી 500ના મોત અટકાવ્યા

- એક હજારથી વધુ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી

Updated: Apr 9th, 2020

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં હજુ મોટી સંખ્યામાં કેસોમાં વધારો થઇ શકે:  મ્યુનિ. કમિશનર 1 - image

અમદાવાદ, તા. 9 એપ્રિલ 2020, ગુરૂવાર

અમદાવાદમાં કોરોનાના સતત વધતા કેસોને લઇને આરોગ્ય વિભાગે શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાની કામગીરી વધુ સઘન બનાવી છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા કહ્યું કે અમદાવાદમાં કોટ વિસ્તારમાં કેસો વધતા સમગ્ર વિસ્તારને બફર ઝોન જાહેર કરી લોકોનું મેડિકલ ચેકઅપ કરાઇ રહ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વધુને વધુ લોકોના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.

મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી

કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદમાં હજુ મોટી સંખ્યામાં કેસોમાં વધારો થઇ શકે છે. તેમણે કહ્યું કે હજુ એક હજારથી વધુ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ કોરોનાના કેસોમાં મોટો વધારો થાય તેવી સંપૂર્ણ શક્યતા છે. સાથે જ કમિશનર નહેરાએ સેમ્પલ લેવા માટે આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સહકાર આપવા લોકોને અપીલ કરી છે.

પ્રેસ કોન્ફરન્સના અગત્યનાં મુદ્દાઓ

- કોટ વિસ્તારમાંને જાહેર કરાયેલા બફર ઝોનનો મામલો
- એએમસીના આરોગ્ય વિભાગે હાથ ધર્યો મેગા સર્વે
- તમામ વિસ્તારમા જઈ સેમ્પલ લેવાની કામગીરી શરૂ
- મધ્ય ઝોનના 6 વોર્ડમાં 2000થી વધુ કર્મીઓ જોડાયા સર્વેમાં
- એમસીના અન્ય ઝોનની ટીમો પણ જોડાઇ સર્વેમાં
- 1000 ટીમ લાગી સર્વેની કામગીરીમાં
- લઘુમતી વિસ્તારમાં હજી પણ કેટલાક લોકોનો કામગીરીનો વિરોધ
- આરોગ્ય ટીમની સમજાવટ બાદ પણ નથી આપી રહ્યા સહકાર
- કેટલાક લોકોએ વિરોધ કરતા કહ્યું કે તેઓને સર્વેની કોઈ જરૂર નથી
- મેડિકલ ટીમ ને મદદ કરવામાં આવતી નથી

Tags :