ન્યુયોર્ક રાજ્યમાં એક જ દિવસમાં 731 મોત, એકલા અમેરિકામાં ચીન કરતાં પાંચગણા કેસ
- 'વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન' ચીન તરફી હોવાનો રાગ ટ્રમ્પે ફરી આલાપ્યો
ન્યુયોર્ક, તા. એપ્રિલ 2020, બુધવાર
અમેરિકાના ન્યુયોર્ક રાજ્યમાં કોરોનાથી એક જ દિવસમાં ૭૩૧ મોત નોંધાયા હતા. એ સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક સાડા પાંચ હજાર નજીક પહોંચ્યો હતો. અમેરિકામાં ન્યુયોર્ક સ્ટેટ અને ન્યુયોર્ક સિટી બન્ને કોરોનાના એપીસેન્ટર બન્યાં છે. જોકે હોસ્પિટલાઈઝ થનારા દરદીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું રાજ્યના ગવર્નરે જણાવ્યું હતું. ન્યુયોર્ક શહેરમાં ૩૨૦૦થી વધારે મોત થયા છે. ગવર્નરે કહ્યું હતુ કે ૨૦૦૧ના આતંકી હુમલા કરતા પણ આ શહેરમાં કોરોનાથી મૃત્યુ વધી ગયા છે. એ આતંકી હુમલા વખતે શહેરમાં કુલ ૨૭૫૩ મોત થયા હતા. અમેરિકામાં કોરોના દરદીઓ રોકેટ ગતીએ વધી રહ્યાં છે. કુલ કેસ ૪ લાખથી ઉપર પહોંચી ગયા છે. એટલે કે ચીન કરતાં પાંચગણા કેસ એકલા અમેરિકામાં છે.
દરમિયાન અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે લખ્યું છે કે સરકારને પોતાને જ કોરોનાના કિસ્સામાં શું કરવું એ ખબર નથી. જે નિર્ણયો તત્કાળ લેવા જોઈએ, તેમાં મોડું થઈ રહ્યું છે. ચર્ચા-મિટિંગ પાછળ સમય બગાડાઈ રહ્યો છે. અમેરિકામાં વિવિધ સત્તાિધશો અલગ અલગ પ્રકારની સૂચના આપી રહ્યા છે અને કોઈ નિર્ણય પર એકમત થઈ શકતા નથી. માટે શહેરની અને દેશની આ બદતર સિૃથતિ થઈ છે, તેવો અમેરિકાના અગ્રણી અખબારે અહેવાલ રજૂ કર્યો હતો. જો સરકારે પહેલેથી જ સતર્કતા દાખવી હોય તો આંક ૫૦થી ૮૦ ટકા સુુધી ઓછો રાખી શકાયો હોત.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી કહ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસૃથા (વર્લ્ડ હેલૃથ ઓર્ગેનાઈઝેશન) ચીન પ્રત્યે પક્ષપાત ધરાવે છે અને ચીનને લાભ થાય એવા જ નિર્ણયો લે છે. ટ્રમ્પે કહ્યું હતુ કે આ સંસૃથાએ ચીની રોગચાળો આખી દુનિયામાં ફેલાયો ત્યાં સુધી હાથ પર હાથ ધરી રાખ્યા હતા. આ સંજોગોમાં અમેરિકા દ્વારા ઓર્ગેનાઈઝેશનને મળતું ફંડ બંધ કરવું પડશે એવી ધમકી આપી હતી. હકીકત પણ એ છે કે જીનીવા સિૃથત આરોગ્ય સંગઠનને સૌથી વધુ ફંડ અમેરિકા પાસેથી મળે છે. ઓર્ગેનાઈઝેશનનું વાર્ષિક બજેટ ૬ અબજ ડૉલરનું છે, જેમાં ૨૦૧૯માં અમેરિકા તરફથી અંદાજે ૫૪ કરોડ ડૉલરનું તોતિંગ ફંડ મળ્યું હતું.
અમેરિકામાં ગુજરાતી ઉદ્યોગપતિઓએ ૩૪ લાખ ટેબ્લેટ દાન કરી
ભારતીય-અમેરિકન કંપની એમ્નીલ ફાર્માસ્યુટિકલે અમેરિકી સરકારને ૩૪ લાખ ગોળીનું દાન કર્યું હતુ. આ કંપની અબજોપતી ચિરાગ અને ચિન્ટુ પટેલે સૃથાપેલી છે. વધુમાં આ કંપનીએ થોડા દિવસોમાં બીજી ૨ કરોડ ટેબ્લેટનું ઉત્પાદન કરવાની તૈયારી પણ દર્શાવી છે. મલેરિયા માટે અસરકારક સાબિત થયેલી દવા હાઈડ્રોક્સિક્લોરોક્વિન કોરોનામાં પણ ઉગયોગી હોવાના અમેરિકાના દાવા પછી એ દવાની ડિમાન્ડ વધી છે. અમેરિકી સરકારની ધમકી પછી ભારતે પણ અમેરિકામાં તુરંત દવા નીકાસ કરી હતી. અમેરિકાએ કહ્યું હતુ કે ભારતમાંથી ૨.૯ કરોડ ગોળીનો તોતીંગ જથૃથો અમેરિકા પહોંચી ગયો છે. ભારતનના આ પગલાં બદલ ટ્રમ્પે ફરીથી મોદીને ગ્રેટ ગણાવી આભાર માન્યો હતો.
એમ્નીલ ફાર્માએ જણાવ્યું હતુ કે આખા અમેરિકામાં જ્યાં જરૂર પડશે ત્યાં આ દવા તેમની રિટેઈલ ચેઈન દ્વારા પહોંચતી કરવામાં આવશે.
યુદ્ધજહાજ પર કોરોનાને કારણે અમેરિકાના નૌકા વડાનું રાજીનામુ
અમેરિકી નૌકાદળના વડા થોમસ મોલ્ડીએ પોતાાન પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેઓ અમેરિકી નૌકાદળના કાર્યકારી વડા હતા. અમેરિકી યુદ્ધજહાજ યુએેસએસ િથઓડોર રૂઝવેલ્ટ પર કોરોનાના કિસ્સા નોંધાયા છે. આ જહાજ વાઈરસમાં સપડાયું છે અને ત્યાં પુરતી સુવિધા ન મળતી હોવાની ફરિયાદ પણ તેના કેપ્ટન બ્રેટ ક્રોઝિઅરે પાંચેક દિવસ પહેલા કરી હતી. એ પછી તુરંક કેપ્ટનને પદ પરથી હટાવી દેવાયો હતો. પરંતુ કેપ્ટનને કાઢી મુકવાથી કોરોના કાબુમાં આવી જવાનો નથી એવુ સમજાતા હવે થોમસે પદ પરથી ખસી જવાનું પસંદ કર્યું હતું. આમ પણ ટ્રમ્પે કહ્યું હતુ કે આ મામલામાં તેઓ સીધા દખલ દેશે. એ પછી થોમસે આ નિર્ણય લીધો હતો. અમેરિકી નૌકાદળનું આ કદાવર જહાજ અત્યારે ગુઆમ ટાપુ પાસે પડયું છે. એ જહાજ પર કુલ ૪૮૦૦ નાવિકો અને નૌકા અફસરો છે, જેને ખાલી કરી જહાજને સેનિટાઈઝ કરવાનો પ્રસ્તાવ થોડા દિવસ પહેલા કેપ્ટર બ્રેટે મુક્યો હતો. એ પછી જ તેમણે પદ પરથી હટાવી દેવાયા હતા.
વુહાન શહેરમાંથી હજારો લોકોનું સ્થળાંતર
વુહાનને હવે આમ તો કોરોનામુક્ત જાહેર કરી દેવાયું છે. પરંતુ ૧.૧૦ કરોડની વસતી ધરાવતા શહેરમાં રહેવાસીઓને વિશ્વાસ રહ્યો નથી. માટે ૭૬ દિવસ પછી જ્યારે લૉકડાઉન ખુલ્યું આ સાથે જ હજારો લોકોએ સૃથળાંતર શરૂ કરી દીધું છે. આ સૃથળાંતર ઘાતક સાબિત થઈ શકે એવી ચેતવણી હોવા છતાં લોકો અત્યારે થોભવા માટે તૈયાર નથી. અત્યારે જે ઝડપથી શહેરમાંથી લોકો બહાર જઈ રહ્યા છે એ જોતાં સોમવાર સુધીમાં ૫૫ હજાર લોકો બહાર નીકળી ચૂક્યા હશે.