Get The App

અહો આશ્ચર્યમ્: લુધિયાણામાં કોરોના પોઝિટિવ ચોરનાં કારણે 17 પોલીસકર્મી ક્વારન્ટાઇન

Updated: Apr 9th, 2020

GS TEAM

Google News
Google News
અહો આશ્ચર્યમ્: લુધિયાણામાં કોરોના પોઝિટિવ ચોરનાં કારણે 17 પોલીસકર્મી ક્વારન્ટાઇન 1 - image

લુધિયાણા, 9 એપ્રિલ 2020 ગુરૂવાર

પંજાબના લુધિયાણામાં પોતાની સત્તાવાર ફરજ બજાવવા જતાં પોલીસવાળા સપડાઇ ગયા છે. તેમણે પકડેલો એક ચોર કોરોના પોઝિટિવ હોવાની જાણ બે દિવસ પછી થતાં 17 પોલીસવાળાને ક્વોરન્ટાઇન થવું પડ્યું છે.

લુધિયાણામાં સૌરવ સહેગલ નામનો પચ્ચીસ વર્ષીય વાહનચોરને બે લોકોએ પકડીને ફોક્લ પોલીસ મથકને સોંપ્યો હતો. પોલીસે આ ચોરને ગઇ તા. પાંચમી એપ્રિલે કોર્ટમાં રજૂ કર્યો હતો. આ ચોરને જીવન નગર પોલીસ ચોકીની લોકઅપમાં પણ રાખવામાં આવ્યો હતો.

તારીખ 6 એપ્રિલના રોજ સૌરવને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે તેને તાવ તથા ખાંસી જોઇ તેની તબીબી તપાસ કરાવવાનો હુકમ મેજિસ્ટ્રેટે કર્યો હતો. આ ચોર કોરોના પોઝિટિવ હોવાનું જાણ થતાં 17 પોલીસ જવાનોને ક્વોરન્ટાઇન કરી દેવાયા છે.

મેજિસ્ટ્રેટ ઉપરાંત કોર્ટ સ્ટાફને પણ સેલ્ફ આઇસોલેશનમાં રહેવા જણાવાયું છે. ચોરને પકડનારા બે સ્થાનિક રહીશો તથા ચોરના પરિવારના 11 સભ્યોને પણ ક્વોરન્ટાઇન થવા જણાવાયું છે.

ચોર સૌરવ તથા તેના સાગરિત નવજોતસિંઘને તબીબી તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. ત્યાંથી નવજોત ફરાર થઇ ગયો હતો. તે પણ પોઝિટિવ  હોવાની આશંકાએ તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ચોર સૌરવને જીવન નગર પોલીસ ચોકી લઇ જવાયો ત્યારે ત્રણ એએસઆઇ, બે હેડ કોન્સ્ટેબલ, બે કોન્સ્ટેબલ તથા બે હોમગાર્ડ જવાનો તેના સંપર્કમાં આવ્યા હતા.

ચોરને ફોટો પાડવા ફોકલ પોઇન્ટ પોલીસ મથકે લઇ જવાયો હતો. ત્યાં ઇન્સ્પેક્ટર મોહમ્મદ જમીલ અને હેડ કોન્સ્ટેબલના સંપર્કમાં આવ્યા હતા.

ચોરના ફિંગરપ્રિન્ટ લેવાથી માંડીને તેને હોસ્પિટલ લઇ જતી વખતે પણ અન્ય પોલીસ સ્ટાફ ચોરના સંપર્કમાં આવ્યો હતો. આ તમામને ક્વોરન્ટાઇન કરાયા છે.

Tags :