For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 21 of lockdown: પીએમ મોદીએ લોકડાઉન 3 મે સુધી વધારવાની જાહેરાત કરી

Updated: Apr 14th, 2020

અમદાવાદ, તા. 14 એપ્રિલ 2020, મંગળવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તમામ લોકોના સૂચન આવ્યા છે કે લોકડાઉન વધારવામાં આવે. તમામના સૂચનોને ધ્યાનમાં રાખીને એ નિર્ણય લેવાયો છે કે લોકડાઉનને ત્રણ મે સુધી વધારવામાં આવે. તમામ લોકો અનુશાસનનું પાલન કરતા ઘરમાં જ રહે. Read More...


મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાનાં 350 નવા કેસ, કુલ 2684 પોઝિટિવ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, દરેક દિવસ નવા કેસ આવવાની સાથે-સાથે મોતનાં આંકડા પણ ઝડપથી વધી રહ્યા છે. મંગલવારે રાજ્યમાં કોરોના વાયરસનાં કુલ 350 નવા કેસ આવ્યા અને 18 લોકોનાં મોત થયા, રાજ્યમાં કોરોનાનાં કુલ દર્દીઓની સંખ્યા હવે 2684 થઇ ગઇ છે, જેમાંથી 178 લોકોનાં મોત થયા છે, ત્યાં જ કુલ 259 લોકો ઠિક થયા છે. Read More...


Corana crisis: H1B visa ધારકોને મોટી રાહત, અમેરિકામાં હવે વધુ સમય સુધી રહેવાની મંજુરી
અમેરિકાની સરકારે હંગામી વર્ક પરમિટ પર પહોંચેલા હજારોની સંખ્યામાં રહેતા તે ભારતીયોને મોટી રાહત આપી છે કે જે કોરોનાનાં કારણે ફસાઇ ગયા છે, અમેરિકાનાં વહીંવટીતંત્રએ H1B visaની સમય મર્યાદા વધારવાની અને દેશમાં કેટલોક વધુ સમય સુધી રાખવાની અરજીનો સ્વિકાર કરવાનો નિર્ણય કર્યો છે. Read More...


ગુજરાતમાં કોરોનાનો કહેર, પોઝિટિવ કેસની સંખ્યા 617એ પહોંચી
ગુજરાતમાં કોરોનાના કેસો અટકવાનું નામ લઇ રહ્યાં નથી. આજે પણ રાજ્યમાં 45 કેસો નવા આવ્યા છે. એમાંયે હોટસ્પોટ બનેલા અમદાવાદમાં વધુ 31 કેસો બહાર આવ્યા છે. આજે સુરતમાં 9, ભાવનગરમાં એક કેસ, દાહોદમાં અને ગાંધીનગરમાં એક કેસ વધ્યો છે. Read More...


દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10000ને પાર, 339ના મોત
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10000ને પાર થી ગઈ છે. જ્યારે 339 લોકોના આ વાયરસના કારણે મોત થયા છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધારે કેસ છે. અહીંયા 2334 કેસ નોંધાઈ ચુક્યા છે. બીજી તરફ  દેશમાં 1036 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે. Read More...


કોંગ્રેસ MLA ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, આજે જ CM સાથે કરી હતી મુલાકાત
ગુજરાતમાં હાલ કોરોના વાયરસનો કહેર છે ખાસ તો અમદાવાદ માટે કોરોના વાયરસ એ ઘણો ખતરનાક સાબિત થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા અને અમદાવાદ જમાલપુર ખાડિયાના ધારાસભ્યનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. Read More...


2 ટકાથી ઓછો રહેશે ભારતનો વિકાસ દર, છતાં વિશ્વનું સૌથી તેજ ગતિ ધરાવતું અર્થતંત્ર: IMF
IMFએ મંગળવારે કહ્યું કે કોરોના વાયરસનાં સંક્રમણનાં કારણે દુનિયાભરમાં આર્થિક પ્રવૃતિ ઠપ થઇ ગઇ છે, અને તેનાં કારણે દુનિયામાં 1930 જેવી મહામંદી બાદની સૌથી મોટી મંદી આવી રહી છે.  Read More...


BCG વેક્સિન કોવિડ-19નાં ઇલાજ માટે અક્સિર હોવા અંગેનાં કોઇ પુરાવા નથી: WHO
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કહ્યું કે આ બાબતનાં કોઇ પુરાવા નથી કે મુખ્યરૂપથી ટ્યૂબરક્લોસિસનાં વિરૂધ્ધ ઉપયોગમાં લેવાતી બેકિલે કૈલમેટ-ગુએરિન (BCG) વેક્સિન લોકોને નોવેલ કોરોના વાયરસ (કોવિડ-19)નાં સંક્રમણથી બચાવી શકે છે.  Read More...


પવિત્ર ઈસ્લામિક શહેર મક્કામાં કોરોના વાયરસને રોકવો પડકારજનક બન્યો
સાઉદીમાં 24 કલાકનો કર્ફ્યુ લાગુ કરવા છતા પણ ગીચ વસ્તી ધરાવતા ગરીબો અને મજૂરોના કેમ્પમાં કોરોના વકરી રહ્યો છે. આ સાથે જ પવિત્ર ઈસ્લામિક શહેર મક્કામાં કોરોના વાયરસને ફેલાતો રોકવો એક પડકાર બની રહ્યો છે. મક્કા શહેરની કુલ વસ્તી આશરે બે લાખ જેટલી છે અને સોમવાર સુધીમાં ત્યાં કોરોનાના 1,050 જેટલા કેસની પૃષ્ટિ કરી દેવાઈ છે.  Read More...


લોકડાઉન સમયે સંપૂર્ણ વેતન ચુકવવાનો આદેશ વેપારીઓને દેવાળિયા બનાવશે: અમરિંદર સિંહ
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકડાઉન દરમિયાન કર્મચારીઓને સંપૂર્ણ વેતન ચુકવવા માટે ઉદ્યોગો અને વેપારી સંસ્થાઓને જે નિર્દેશ આપવામાં આવ્યો છે તે અંગે ફેરવિચારણા કરવા વિનંતી કરી છે. Read More...


લોકડાઉન વધારવાની PM મોદીની ઘોષણાની WHOએ પ્રશંસા કરી
વિશ્વ આરોગ્ય સંગઠનએ મંગલવારે ભારતમાં લોકડાઉનનો સમયગાળો વધારવા અંગેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નિર્ણયની પ્રસંશા કરી છે. Read More...


બેલારૂસના રાષ્ટ્રપતિની શેખી, વોડકા પીઓ ટ્રેક્ટર ચલાવો બકરીઓ સાથે રમો કોરોનાથી કોઈ નહીં મરે
એક તરફ અમેરિકાથી લઈને ઈટાલી, ફ્રાન્સ અને જર્મની જેવા દેશો કોરોના વાયરસની વેક્સિન શોધવા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે માત્ર એક કરોડ લોકોની વસ્તી ધરાવતા દેશ બેલારૂસના રાષ્ટ્રપતિએ એક વિચિત્ર નિવેદન આપીને પોતાની બાઘાઈનું પ્રદર્શન કર્યું છે. Read More...


કરુણાંતિકા: અમેરિકાના સમાચાર પત્રમાં 11 પાના ભરીને ફક્ત શોક સંદેશ છપાયા
જીવલેણ કોરોના વાયરસે અત્યાર સુધીમાં વિશ્વના એક લાખથી પણ વધારે લોકોનો ભોગ લીધો છે અને મહાશક્તિ ગણાતા દેશ અમેરિકાનો બધો જ ઘમંડ ઉતારી દીધો છે. વિશ્વના અન્ય દેશોની તુલનાએ અમેરિકામાં સૌથી વધારે 20,071 લોકો મૃત્યુ પામ્યા છે. Read More...


શાહરૂખે ફરી લંબાવ્યો મદદનો હાથ, ડોક્ટરો માટે 25000 પ્રોટેક્શન સુટ આપ્યા
કોરોના સામેની લડાઈમાં બોલીવૂડ સુપર સ્ટાર શાહરુખ ખાને ફરી મદદનો હાથ લંબાવ્યો છે. શાહરુખખાને મહારાષ્ટ્ર સરકારને 25000 પીપીઈ( પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ) આપ્યા છે. Read More...


વડોદરા: વધુ 5 નવા પોઝિટિવ કેસ, કુલ દર્દી 114 પર પહોંચી
વડોદરા શહેરમાં આજે વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા બાદ વડોદરા શહેરમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા એક્સો ચૌદ પર પહોંચી છે. Read More...


Coronavirus: છેલ્લા 24 કલાકમાં 1211 નવા કેસ, 31નાં મોત, કુલ પોઝિટિવ કેસ 10363
દેશમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વૃધ્ધિ જોવા મળી રહી છે, આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19નાં 1211 નવા કેસ નોંધાયા છે, તે ઉપરાંત 31 લોકોનાં મોત થઇ ચુક્યા છે. Read More...


ચીનને ફરી ટેન્શન, કોરોના વાયરસે ફરી લીધો ઉપાડો, 24 કલાકમાં વધુ 89 કેસ
દુનિયામાં સૌથી પહેલા કોરોના વાયરસનો ફેલાવો કરનાર ચીનમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ફરી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ચીનમાં બીજા 89 દર્દીઓ સામે આવ્યા છે. Read More...


દક્ષિણ કોરિયામાં 116 લોકો કોરાના મૂક્ત થયા પછી ફરીથી કોરોનાગ્રસ્ત થતા
દક્ષિણ કોરિયામાં કોવિડ-19નો ભોગ બન્યા બાદ સ્વસ્થ થયેલા લોકોમાં ફરીથી કોરોના વાયરસના લક્ષણો જોવા મળતા ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. Read More...


દુનિયાને કોરોના વાયરસ અંગે ગેરમાર્ગે દોરવાના પરિણામો ચીને ભોગવવા પડશેઃ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ચીનને ધમકી આપી છે. અમેરિકામાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને લઈને પહેલેથી જ ચીન પર નિશાન સાધી રહેલા ટ્રમ્પે હેવ કહ્યુ છે કે, કોરોના વાયરસ પર દુનિયાને ખોટી જાણકારી આપવાના પરિણામો ચીને ભોગવવા પડશે. Read More...


પીએમ મોદીનુ ભાષણ ઉપરછલ્લુ અને ખોખલુઃ કોંગ્રેસ
પીએ મોદીએ લોકડાઉન વધારવાની કરેલી જાહેરાત બાદ કોંગ્રેસે મોદીના ભાષણને ખોખલુ અને ઉપરછલ્લુ ગણાવ્યુ છે. કોંગ્રેસે કહ્યુ હતુ કે, પીએમ મોદીના ભાષણમાં નથી કોઈ રાહત પેકેજની વાત અને નથી ઈકોનોમીને ઉગારવા માટે કયા પ્રકારના પગલા ભરાશે તેની વાત. પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે કહ્યુ હતુ કે, ગરીબોને 40 દિવસ પોતાની વ્યવસ્થા કરવા માટે નોધારા મુકી દેવાયા છે. Read More...

Gujarat