મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાનાં 350 નવા કેસ, કુલ 2684 પોઝિટિવ
મુંબઇ,14 એપ્રિલ 2020 મંગળવાર
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, દરેક દિવસ નવા કેસ આવવાની સાથે-સાથે મોતનાં આંકડા પણ ઝડપથી વધી રહ્યા છે.
મંગલવારે રાજ્યમાં કોરોના વાયરસનાં કુલ 350 નવા કેસ આવ્યા અને 18 લોકોનાં મોત થયા, રાજ્યમાં કોરોનાનાં કુલ દર્દીઓની સંખ્યા હવે 2684 થઇ ગઇ છે, જેમાંથી 178 લોકોનાં મોત થયા છે, ત્યાં જ કુલ 259 લોકો ઠિક થયા છે.
બૃહદમુંબઇ મહાનગરવાલિકા(BMC) દ્વારા એ જણાવવામાં આવ્યુ છે, કે માત્ર મુંબઇમાં મંગળવારનાં કોરોનાનાં 204 નવા કેસ આવ્યા છે અને 11 લોકોનાં મોત થયા છે.
આ પ્રકારે માત્ર મુંબઇમાં જ કોરોનાનાં સંક્રમિતોની કુલ સંખ્યા 1753 થઇ ચુકી છે, મુંબઇમાં જ કોરોનાનાં પગલે 111 લોકોના મોત થઇ ચુક્યા છે.