ચીનને ફરી ટેન્શન, કોરોના વાયરસે ફરી લીધો ઉપાડો, 24 કલાકમાં વધુ 89 કેસ
બેઇજિંગ, તા.14 એપ્રિલ 2020, મંગળવાર
દુનિયામાં સૌથી પહેલા કોરોના વાયરસનો ફેલાવો કરનાર ચીનમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ફરી વધી રહી છે.
કોરોનાના એપી સેન્ટર ગણાતા વુહાનમાં તો ચીને ભલે કોરોના પર કાબૂ મેળવી લીધો હોય પણ ફરી એક વખત કોરોનાએ બીજા સ્થળોએ કોરોનાએ ઉપાડો લીધો છે. છેલ્લા 24 કલાકમાં ચીનમાં બીજા 89 દર્દીઓ સામે આવ્યા છે.
આની પાછળનુ કારણ એ પણ છે કે, વિવિધ દેશોમાં ફસાયેલા ચીનના નાગરિકો સ્વદેશ પાછા ફરી રહ્યા છે અને તેમાના ઘણાને વાયરસનો ચેપ લાગેલો છે. બીજીંગ અને બીજા શહેરોમાં આવા લોકોનુ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યુ છે.
સોમવાર સુધીમાં ચીનમાં બીજા 1464 કેસ નોંધાયા છે અને આ બાબત ચીન માટે ચિંતાનો વિષય બની છે.