Get The App

શાહરૂખે ફરી લંબાવ્યો મદદનો હાથ, ડોક્ટરો માટે 25000 પ્રોટેક્શન સુટ આપ્યા

Updated: Apr 14th, 2020

GS TEAM

Google News
Google News

શાહરૂખે ફરી લંબાવ્યો મદદનો હાથ, ડોક્ટરો માટે 25000 પ્રોટેક્શન સુટ આપ્યા 1 - imageમુંબઇ, તા.14 એપ્રિલ 2020, મંગળવાર

કોરોના સામેની લડાઈમાં બોલીવૂડ સુપર સ્ટાર શાહરુખ ખાને ફરી મદદનો હાથ લંબાવ્યો છે.

શાહરુખખાને મહારાષ્ટ્ર સરકારને 25000 પીપીઈ( પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ) આપ્યા છે. જે સામાન્ય રીતે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ કોરોનાના દર્દીની સારવાર કરતી વખતે પહેરતા હોય છે.

શાહરૂખે ફરી લંબાવ્યો મદદનો હાથ, ડોક્ટરો માટે 25000 પ્રોટેક્શન સુટ આપ્યા 2 - imageમહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ માટે શાહરુખખાનનો આભાર માનતુ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, કોરોના સામેની લડાઈમાં મેડિકલ સ્ટાફને તેનાથી ઘણી મદદ મળશે. શાહરુખે જવાબ આપતા કહ્યુ હતુ કે, સમયસર કિટ પહોંચી શકે તે માટેના પ્રયત્નો બદલ આભાર,આપણા તમામનો પ્રયાસ છે કે, માનવતાની રક્ષા કરી શકીએ.

આ પહેલા શાહરુખખાન પોતાની ચાર માળની ઓફિસ કોરોના દર્દીઓ માટે ક્વોરેન્ટાઈન સેન્ટર ઉભુ કરવા માટે આપવાની જાહેરાત પણ કરી ચુકયો છે.

Tags :