પીએમ મોદીએ લોકડાઉન 3 મે સુધી વધારવાની જાહેરાત કરી
નવી દિલ્હી, તા. 14 એપ્રિલ 2020 મંગળવાર
3 મે સુધી લંબાવાયુ લોકડાઉન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તમામ લોકોના સૂચન આવ્યા છે કે લોકડાઉન વધારવામાં આવે. તમામના સૂચનોને ધ્યાનમાં રાખીને એ નિર્ણય લેવાયો છે કે લોકડાઉનને ત્રણ મે સુધી વધારવામાં આવે. તમામ લોકો અનુશાસનનું પાલન કરતા ઘરમાં જ રહે.
- મારી તમામ દેશવાસીઓને પ્રાર્થના છેકે હવે કોરોનાને આપણે કોઈપણ કિંમતે નવા ક્ષેત્રમાં ફેલાવા દેવો નથી. સ્થાનિક સ્તરે હવે એક પણ દર્દી વધશે તો આપણા માટે ચિંતાનો વિષય હશે.
- નવી ગાઈડલાઇન્સ બનાવતી વખતે ખેડૂતોના હિતનું ધ્યાન રાખવામાં આવશે. અત્યારે રવી પાકની કાપણીનું કામ ચાલુ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને એ પ્રયત્ન કરી રહી છે કે ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે.
- જે રોજ કમાય છે, રોજની કમાણીથી પોતાની જરૂરિયાત પુરી કરે છે તે મારો પરિવાર છે. મારી સર્વોચ્ચ પ્રાથમિકતા તેમના જીવનમાં મુશ્કેલી ઓછી કરવાની છે.
- કોરોના વૈશ્વિક મહામારી વિરૂદ્ધ ભારતની લડત ઘણી મજબૂતીની સાથે આગળ વધી રહી છે. આપ તમામ દેશવાસીઓની તપસ્યા, આપના ત્યાગના કારણે ભારત અત્યાર સુધી કોરોનાથી થનારા નુકસાનને મોટા પાયે ટાળવામાં સફળ રહ્યો છે.
- દેશે સામૂહિક શક્તિનું પ્રદર્શન કર્યું. તમે તમારી ફરજ નિભાવી. ભારતમાં એક પણ કોરોનાનો કેસ ન હતો ત્યારે કોરોના પ્રભાવિત દેશના યાત્રીઓનું સ્ક્રીનિંગ શરૂ કર્યું.
- મને ખબર છે તમને મુશ્કેલી પડી રહી છે. દેશવાસીઓને આદરપૂર્વક નમન, તમે કષ્ટ સહન કરીને દેશને બચાવ્યો, મજબૂતી સાથે દેશ લડી રહ્યો છે.
- માત્ર આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો હાલમાં મોંઘુ જરૂર લાગે છે પરંતુ ભારતવાસીઓના જીવન સામે તેની તુલના ન થઈ શકે. મર્યાદિત સંશાધનોની વચ્ચે, ભારત જે રસ્તા પર ચાલ્યું છે તે રસ્તાની ચર્ચા આજે વિશ્વમાં થઈ રહી છે.
- સામુહિક શક્તિનું આ પ્રદર્શન જ બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ છે.
- મોટા દેશોના આંકડોની તુલનામાં ભારતની હાલત સારી છે
કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા દેશભરમાં લગાવવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનો આજે છેલ્લો દિવસ છે. પોતાના સંબોધનના થોડા કલાક પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને ખાસ વાત કહી છે.
PM મોદીએ આજે દેશને સંબોધન કરતા પહેલા કરી મહત્વની ટ્વીટ