Get The App

પીએમ મોદીનુ ભાષણ ઉપરછલ્લુ અને ખોખલુઃ કોંગ્રેસ

Updated: Apr 14th, 2020

GS TEAM

Google News
Google News

પીએમ મોદીનુ ભાષણ ઉપરછલ્લુ અને ખોખલુઃ કોંગ્રેસ 1 - imageનવી દિલ્હી, તા.14 એપ્રિલ 2020, મંગળવાર

પીએ મોદીએ લોકડાઉન વધારવાની કરેલી જાહેરાત બાદ કોંગ્રેસે મોદીના ભાષણને ખોખલુ અને ઉપરછલ્લુ ગણાવ્યુ છે.

કોંગ્રેસે કહ્યુ હતુ કે, પીએમ મોદીના ભાષણમાં નથી કોઈ રાહત પેકેજની વાત અને નથી ઈકોનોમીને ઉગારવા માટે કયા પ્રકારના પગલા ભરાશે તેની વાત. પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે કહ્યુ હતુ કે, ગરીબોને 40 દિવસ પોતાની વ્યવસ્થા કરવા માટે નોધારા મુકી દેવાયા છે.

તેમણે કહ્યુ હતુ કે, પૈસા છે અને ભોજન પણ છે પણ સરકાર આપશે નહી. મારા દેશવાસીઓ તમે રડો.બીજી તરફ કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ પણ કહયુ હતુ કે, લોકો તરફથી સરકારને શું આશા છે તે તો વડાપ્રધાને કહ્યુ પણ સરકાર લોકો માટે શું કરશે તે વાત નથી કરી.

પીએમ મોદીનુ ભાષણ ઉપરછલ્લુ અને ખોખલુઃ કોંગ્રેસ 2 - imageકોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, કોરોના સામે લડવા માટેનો રોડમેપ તો દેખાતો નથી. નેતૃત્વનો મતલબ એ નથી કે લોકોને જવાબદારીનો અહેસાસ કરાવવો બલ્કે તેનો મતલબ એ છે કે, લોકો પ્રત્યે સરકાર પોતાની ફરજ નિભાવે.

કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પણ કહ્યુ હતુ કે, પીએમ મોદીના ભાષણમાં મુખ્ય વાત જ ગાયબ હતી. ઉપદેશ અને પ્રેરણા આપવાની વાતો તો કરી પણ બધુ ખોખલુ છે. ના ગરીબો માટે કે ના મધ્યમ વર્ગ માટે કે ના ઉદ્યોગો માટે કોઈ જાહેરાત નથી.

Tags :