BCG વેક્સિન કોવિડ-19નાં ઇલાજ માટે અક્સિર હોવા અંગેનાં કોઇ પુરાવા નથી: WHO
જીનેવા, 14 એપ્રિલ 2020 મંગળવાર
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કહ્યું કે આ બાબતનાં કોઇ પુરાવા નથી કે મુખ્યરૂપથી ટ્યૂબરક્લોસિસનાં વિરૂધ્ધ ઉપયોગમાં લેવાતી બેકિલે કૈલમેટ-ગુએરિન (BCG) વેક્સિન લોકોને નોવેલ કોરોના વાયરસ (કોવિડ-19)નાં સંક્રમણથી બચાવી શકે છે. આ પહેલા આવેલા સમાચારોમાં કહેવામાં આવ્યું હતું, કે આ રસી કોરોનાનનાં બચાવમાં ફાયદાકારક છે.
સમાચાર એજન્સી સિન્હુઆએ ડેઇલી સિચ્યુએશનનાં રિપોર્ટનાં આધારે કહ્યું કે WHO પુરાવાનાં અભાવે ચાલતા કોવિડ-19 ચેપને ફેલાતો રોકવા માટે બિસીજી વેક્સીનની ભલામણ નથી કરતું, WHOએ કહ્યું પશુંઓ અને માનવ બંને પર કરવામાં આવેલી શોધનાં એક્સપેરિમેન્ટલ એવિડેંન્સ છે કે બિસીજી વેક્સીનની રોગપ્રતિકારક સિસ્ટમ પર બિનજરૂરી પ્રભાવ પડે છે. આ પ્રભાવોની વિશેષતા નથી અને ક્લિનિકલ રિલિવેંસની પણ માહિતી નથી.
WHOએ આગળ કહ્યું કે પ્રશ્નનો જવાબ મેળવવા માટે બે ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે, અને તે ઉપલભ્ધ થતા WHO તેનું મુલ્યાંકન કરશે, WHOએ ચેતવણી આપતા કહ્યું કે બિસીજી વેક્સિન બાળકોમાં ટ્યૂબરક્લોસિસનાં ગંભીર પરિણામોને રોકવામાં મદદગાર થાય છે, પરંતું સ્થાનિક પુરવઠો મળતા તેનાથી બિમારી વધવા અને ટ્યૂબરક્લોસિસનાં પગલે મોતનાં કેસમાં વૃધ્ધી જોવા મળી શકે છે.