વડોદરા: વધુ 5 નવા પોઝિટિવ કેસ, કુલ દર્દી 114 પર પહોંચી
વડોદરા, તા. 14 એપ્રીલ 2020, મંગળવાર
વડોદરા શહેરમાં આજે વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા બાદ વડોદરા શહેરમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા એક્સો ચૌદ પર પહોંચી છે.
જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ ના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસ અગાઉ નાગરવાડા વિસ્તારના 300 વ્યક્તિઓના સામૂહિક સેમ્પલ લેવામાં આવ્યા હતા જેના સેમ્પલ ચકાસણી હેઠળ હતા ગઇકાલે સવારે આવેલા પાંચ કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા ત્યારબાદ સાંજે વધુ 18 કેસ જણાઈ આવતા બે દિવસના કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 40 થઈ હતી.
જે બાદ આજે વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ જણાઈ આવતા અત્યાર સુધીના કેસ વધી ને એકસો ચૌદ થયા હતા તેમણે ઉમેર્યું હતું કે નાગરવાડા સૈયદપુરા વિસ્તારમાં સાવચેતીના ભાગ રૂપે માસ સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી વધુ કોરોના પોઝીટીવ ના દર્દી જણાઈ આવ્યા છે.