ગુજરાતમાં કોરોનાનો કહેર, પોઝિટિવ કેસની સંખ્યા 617એ પહોંચી
- અમદાવાદમાં કુલ 351, આજે રાજ્યમાં 45 નવા કેસ નોંધાયા
અમદાવાદ, તા. 14 એપ્રિલ 2020 મંગળવાર
ગુજરાતમાં કોરોનાના કેસો અટકવાનું નામ લઇ રહ્યાં નથી. આજે પણ રાજ્યમાં 45 કેસો નવા આવ્યા છે. એમાંયે હોટસ્પોટ બનેલા અમદાવાદમાં વધુ 31 કેસો બહાર આવ્યા છે. આજે સુરતમાં 9, ભાવનગરમાં એક કેસ, દાહોદમાં અને ગાંધીનગરમાં એક કેસ વધ્યો છે.
જિલ્લા કલેકટરશ્રી ના જણાવ્યા પ્રમાણે કોરોના પોઝિટિવ ના 5 નવા કેસો સેમ્પલ ચકાસણી દરમિયાન પ્રકાશમાં આવ્યા છે. અમદાવાદમાં ચિંતાજનક સ્થિતિ છે, શહેરમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 351 પર પહોંચી છે.
45માંથી 21 પુરૂષ અને 24 મહિલાઓમાં રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. રાજ્યમાં 9 દર્દીઓ વેન્ટિલેટર પર છે જયારે 527 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ એટલે રિકવરી આવે છે. અત્યાર સુધી 55 દર્દીઓ સાજા થયા છે જ્યારે 26નાં મોત થયા છે. ધીમેધીમે કોરોના એ ગ્રામ્ય વિસ્તારો તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં વડોદરા અને અમદાવાદ એ હોટસ્પોટ બનતા જાય છે.