Corana crisis: H1B visa ધારકોને મોટી રાહત, અમેરિકામાં હવે વધુ સમય સુધી રહેવાની મંજુરી
વોશિંગ્ટન, 14 એપ્રિલ 2020 મંગળવાર
અમેરિકાની સરકારે હંગામી વર્ક પરમિટ પર પહોંચેલા હજારોની સંખ્યામાં રહેતા તે ભારતીયોને મોટી રાહત આપી છે કે જે કોરોનાનાં કારણે ફસાઇ ગયા છે, અમેરિકાનાં વહીંવટીતંત્રએ H1B visa ની સમય મર્યાદા વધારવાની અને દેશમાં કેટલોક વધુ સમય સુધી રાખવાની અરજીનો સ્વિકાર કરવાનો નિર્ણય કર્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ખાસ કરીને ભારતીય સોફ્ટવેર એન્જીનિયર કંપનીઓ પોતાના સાઇટ કાર્ય માટે કર્મચારીઓને H1B visa પર અમેરિકા મોકલે છે. આ વીઝા ટુંકી અવધી માટેનાં હોય છે.
અમેરિકાનાં હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે(ગૃહ વિભાગ)એ H1B visaની સમય મર્યાદા વધારવાનાં સંબંધમાં નવી નોટિફિકેસન જારી કરી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ રોગચાળાનાં પગલે વીઝા પર આવનારાની સામે કેટલીક મુશ્કેલીઓ છે.
United States Citizenship and Immigration Services (USCIS)નાં જણાવ્યા પ્રમાણે દેશની H1B visa વિઝા યોજનાનો દુનિયામાં સૌથી વધુ ફાયદો ભારતીય લોકોને મળી રહ્યો છે.
અમેરિકાનાં વહીવટીતંત્રએ આ જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે દુનિયામાં તમામ દેશોમાં પોતાની સરહદોનાં સીલ કર્યો છે, અને આંતરરાષ્ટ્રિય ઉડાનો સંપુર્ણ રીતે બંધ છે, યાત્રા પ્રતિબંધોનાં પગલે H1B visa ધારકો અમેરિકામાં ફસાઇ ગયા છે.
તેમની વીઝા પરમિટની સમય મર્યાદા થોડા સમયમાં સમાપ્ત થવાની છે, જો કે અમેરિકાનો આંતરિક સુરક્ષા વિભાગ ખુબ ઝડપથી વીઝા સમયગાળો વધારવાની અરજીને સ્વિકારવાનું શરૂ કરી દે છે.