For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 20 of lockdown: વતન પાછા ફરેલા મજુરો કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવી શકે છે – વિશ્વબેંક

Updated: Apr 13th, 2020

Day 20 of lockdown: વતન પાછા ફરેલા મજુરો કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવી શકે છે – વિશ્વબેંકઅમદાવાદ, તા. 13 એપ્રિલ 2020, સોમવાર

કોરોના વાયરસની મહામારી પછી આપવામાં આવેલા અચાનક લોકડાઉન દરમિયાન ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને બિહાર જેવા રાજયોમાંથી સેંકડો શ્રમિકોએ સ્થળાંતર કર્યુ હતું. દેશ ભરમાં કોરોના વાયરસ લોક ડાઉન પછી લાખો લોકો પોતાના વતન ગયા છે તેમના દ્વારા કોરોના વાયરસ ફેલાવાનો ખતરો વધી ગયો છે આ અંગે વિશ્વબેંકે પણ ચિંતા કરી છે. Read More...


મુંબઈથી પગપાળા વારાસણી પહોંચ્યો, પરિવારે ઘરમાં પ્રવેશ આપવાની ના પાડી દીધી
ભારતે સરકારે લાગુ કરેલા લોકડાઉનની વચ્ચે ઘણા લોકો હજારો કિલોમીટર દુર આવેલા પોતાના વતનમાં જવા માટે નિકળી પડ્યા હતા. કેટલાકે તો એવી રીતે મુસાફરી કરી હતી કે માન્યામાં ના આવે. Read More...


વલસાડમાં સેવાના નામે કારમાં મિત્રને દારૂ આપવા જતો સોફ્ટવેર એન્જિનીયર પકડાયો
વલસાડમાં લોકડાઉનનો કડક અમલ ચાલી રહ્યો છે, પરંતુ દારૂડિયા દારૂ માટે ગમે તેટલું મોટું જોખમ ખેડવા તૈયાર થઇ જતા હોય છે. કારમાં પર મેડિકલ સાધનોની ડિલીવરીનું સ્ટીકર મારી દારૂ લઇ જવાનું જોખમ ખેડવાનું વલસાડ અને ડુંગરીના યુવાનને ભારે પડયું હતુ. Read More...


કોરોના સામેની લડાઈમાં ભારતને અમેરિકા કરતા ચઢિયાતુ ગણવાનાર મહિલા સામે કેસ
અમેરિકામાં કોરોનાના વ્યાપેલા કહેર વચ્ચે કોરોના સામેની લડાઈમાં ભારતના પ્રયાસોને અમેરિકા કરતા બહેતર બતાવવાનુ એક એનઆરઆઈ મહિલાને ભારે પડી ગયુ છે. Read More...


ભારતમાં કોરોનાના દર્દીઓ ઘૂસાડનાર જાલિમ મુખીયાની નેપાળમાં ધરપકડ
ભારતમાં કોરોનાના દર્દીઓ મોકલીને ખાનાખરાબી કરવાના ષડયંત્રના સૂત્રધાર જાલિમ મુખીયાની નેપાળ પોલીસે ધરપકડ કરી છે. જાલિમ મુખીયા પર આરોપ છે કે, તેણે દિલ્હીમાં તબલિગી જમાતના કાર્યક્રમાંથી પાછા ફરેલા લોકોને આશ્રય આપ્યો હતો.  Read More...


તો લોકડાઉન બાદ મધ્યમવર્ગ માટે વીમાની મુસાફરી સ્વપ્ન બની જશે
લોકડાઉન હટ્યા પછીના દિવસો પણ લોકો માટે આસાન નહી હોય. લોકોને મોંઘવારીનો સામનો પણ કરી શકે છે. એવુ મનાય છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કરવા માટે એરલાઈન્સ અગાઉ કરતા ત્રીજા ભાગના જ મુસાફરોને ફ્લાઈટમાં બેસાડશે. જેના પગલે હવે હવાઈ મુસાફરી અગાઉ કરતા ત્રણ ગણી મોંઘી બની શકે છે. જેનો સ્પષ્ટ અર્થ એ છે કે, મિડલ ક્લાસ માટે લોકડાઉન બાદ વિમાનની મુસાફરી સ્વપ્ન બની જશે. Read More...


શું જયાંથી કોરોના વાયરસ ફેલાયો એ વુહાન લેબને અમેરિકા સંશોધન ફંડ આપતું હતું ?
દુનિયામાં કોરોના વાયરસ ફેલાવા માટે ચીનની વુહાનની લેબને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. નવાઇની વાત તો એ છે કે વુહાનની આ લેબને ખુદ અમેરિકાએ 10 કરોડ ડોલરનું  ફંડ ચામાચીડિયાના રિસર્ચ માટે આપ્યું હતું. Read More...


આશાનુ કિરણ, કોરોનાના 80 ટકા દર્દીઓને સારવારની જરુર નથી પડી રહી
દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આશાનુ કિરણ પણ જોવા મળ્યુ છે. દેશમાં કોરોનાના 80 ટકા દર્દીઓ એવા છે જેમને હોસ્પિટલમાં સારવારની ખાસ જરુર પડી નથી. માત્ર 20 ટકાને જ સઘન સારવાર આપવામાં આવી રહી છે. જોકે હાલમાં દેશના 601 હોસ્પિટલમાં 1.05 લાખ બેડ છે અને તમામ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી શકાય તેવી સ્થિતિ છે. જેના પગલે જેમને સારવારની જરુર નથી તેવા દર્દીઓને પણ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. Read More...


લોકડાઉનના કારણે અહીં છેલ્લા 22 દિવસથી દુલ્હનના ઘરે જ રોકાયેલી છે જાન
અત્યારે સમગ્ર દેશમાં કોરોના વાઈરસના કારણે લોકડાઉનની સ્થિતિ છે ત્યારે આવા સમયે અનેક લોકો કેટકેટલીય ફસાયા હોવાના સમાચાર આવતા હોય છે. એક આવી જ ઘટના સામે આવી છે જેમાં ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક જાન લગ્નના 22 દિવસ કરતા પણ વધારે થયા હોવા છતાં નવવધુના ઘરે રોકાયેલી છે. Read More...


અમદાવાદમાં કોરોનાના કુલ 282 કેસ: દેશના 22 રાજ્યો કરતા પણ વધુ
અમદાવાદમાં કોરોનાના કેસમાં કૂદકેને ભૂસકે વધારો થઇ રહ્યો છે. હવે માત્ર અમદાવાદમાં કોરોનાના કુલ કેસ ૨૮૨ નોંધાઇ ગયા છે, જે દેશના ૨૨ રાજ્યો કરતાં પણ વધારે છે. કર્ણાટક, પંજાબ,પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો કરતાં પણ અમદાવાદમાં કોરોનાના વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં જે કુલ કેસ નોંધાયા છે તેમાંના 54.65% માત્ર અમદાવાદમાંથી જ નોંધાયા છે. Read More...


દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 10 હજારની નજીક: 24 કલાકમાં 41નાં મોત
દેશમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 41નાં મોત નીપજ્યાં છે અને નવા 816 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 9,136 થયા છે અને મૃત્યુઆંક 328 થયો છે અને 996 લોકો સાજા થયા છે. જોકે, કોરોના સામેની લડતમાં સરકારની તૈયારીઓ એડવાન્સ લેવલની હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું. Read More...


અમેરિકા રહેતી પુત્રીએ વડોદરામાં મૃત્યુ પામેલા પિતાના મોબાઈલ પર અંતિમ દર્શન કર્યા
અમેરિકામાં ભારતીય મૂળના 1500 જેટલા લોકો કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.બીજી તરફ અમેરિકાની હોસ્પિટલોમાં ભારતીય મૂળનો મેડિકલ સ્ટાફ દર્દીઓની સેવા પણ કરી રહ્યો હોવાના કિસ્સા પણ જાણવા મળી રહ્યા છે. Read More...


ઓ બાપરે.. ન્યૂયોર્કમાં કોરોનાના 80 ટકા દર્દીઓના મોત વેન્ટિલેટર પર થયાં હોવાનો અહેવાલ
કોરોનાના દર્દીઓને વેન્ટિલેટરમાં રાખવાથી ફાયદો થતો હોવાનું જણાતું હતું. અત્યાર સુધી એવી જ માન્યતાના આધારે સારવાર થતી હતી, પરંતુ ન્યૂયોર્કમાં ૮૦ ટકા કોરોનાના દર્દીઓના મોત વેન્ટિલેટરમાં થયા હોવાનો ચોંકાવનારો અહેવાલ આવ્યો છે. Read More...


ગુપ્તચર વિભાગ, હેલ્થ એક્સપર્ટની ચેતવણી છતાં ટ્રમ્પે કોરોનાની વાત કાને ધરી ન હતી
કોરોના અમેરિકામાં હાહાકાર મચાવશે એવી અલગ અલગ સંગઠનોની અને એક્સપર્ટ્સની ચેતવણી છતાં ટ્રમ્પે તેમની વાત કાને ધરી ન હતી. તેના કારણે અમેરિકામાં કોરોના બેકાબુ બન્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં આ દાવો થયો હતો. Read More...


સાજા થયેલા કોરોના દર્દીઓ હવે પ્લાઝમા આપીને સિર્યસ પેશન્ટોને બચાવી પણ શકે
જે વ્યક્તિને નોવેલ કોરોના વાયરસ લાગુ પડયો હોય તેનો સંસર્ગ અન્ય અનેકને ઈન્ફેક્શન કરાવી જાય એ વાત તો જગવિદિત છે, પરંતુ એ જ દર્દીઓ સાજા થઈ ગયા બાદ કોરોના ડીસીઝના સિર્યસ પેશન્ટોને બચાવવામાં પોતાનું પ્લાઝમાં આપીને મદદરૂપ થઈ શકે એ બાબત પર આરોગ્ય તંત્રએ હવે ફોકસ કરવું જરૂરી બન્યું છે. Read More...

Gujarat