શું જયાંથી કોરોના વાયરસ ફેલાયો એ વુહાન લેબને અમેરિકા સંશોધન ફંડ આપતું હતું ?
2003માં વુહાનમાં લેબ બન્યા પછી સાર્સ કોરોના ફેલાયો હતો
લેબમાં અમેરિકાના 10 કરોડના ફંડમાંથી ચામાચીડિયા પર સંશોધન ચાલતું હતું
નવી દિલ્હી, 13 એપ્રિલ, 2020, સોમવાર
દુનિયામાં કોરોના વાયરસ ફેલાવા માટે ચીનની વુહાનની લેબને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. નવાઇની વાત તો એ છે કે વુહાનની આ લેબને ખુદ અમેરિકાએ 10 કરોડ ડોલરનું ફંડ ચામાચીડિયાના રિસર્ચ માટે આપ્યું હતું. ડેઇલી મેલમાં પ્રકાશિત સમાચારમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વુહાન ઇન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજીનાં આ સંશોધન ચાલી રહયું હતું. આ લેબ પણ વુહાનમાં મીટ માર્કેટની પાસે જ આવેલી છે. તેણે સંશોધન માટે 1000 માઇલ દૂર આવેલી ગુફામાંથી ચામાચીડિયા મંગાવ્યા હતા. દસ્તાવેજો પરથી જાણવા મળે છે કે સાયન્ટિસ્ટ યૂએસ નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ હેલ્થના ફંડ પર ચામાચીડિયા પર પ્રયોગ કરતા હતા. આ પહેલા પણ ચામાચીડિયાના વિવાદાસ્પદ પ્રયોગો અંગે લેબ પર અગાઉ પણ આક્ષેપો થઇ ચૂકયા છે જો કે વુહાન ઇન્સ્ટીટયૂટે પોતાની પર લાગેલા આક્ષેપોને હંમેશા નકારતું રહયું છે
આ સમાચાર પ્રગટ થયા પછી અમેરિકામાં પણ વિરોધના શૂર ઉઠવા શરું થયા છે. આ અંગે અમેરિકા સાંસદે મેટ ગેટસે પ્રતિક્રિયા આપી કે દુખની વાત છે કે વર્ષોથી અમેરિકી સરકારની સહાયથી ચીનની વુહાન ઇન્સ્ટીટયૂટમાં જાનવરો પર ખતરનાક પ્રયોગો ચાલતા હતા. આ જ લેબનું નામ કોરોના વાયરસ ફેલાવવા માટે ખરડાયું છે. અમેરિકા આજકાલ કોરોના વાયરસના સંક્રમણનો ઐતિહાસિક સામનો કરી રહયું છે ત્યારે લોકોમાં વિરોધ ઉઠવો સ્વભાવિક પણ છે. અમેરિકી સરકાર લોકોના ટેકસના પૈસાથી આવા પ્રયોગો ને પ્રોત્સાહન આપતી હતી તેમાં દેશનું કશું જ કલ્યાણ થયું નથી. આ વાયરસવાળા જાનવરો પર પ્રયોગો કર્યા પછી સ્થાનિક બજારોમાં વેચવામાં આવતા હતા. આ ઇન્સ્ટીટયૂટ ચીની સરકારે 2003માં બનાવ્યું હતું ત્યારે સાર્સ કોરોના ફેલાયો હતો. સાર્સ કોરોનાનો જ એક વાયરસ હતો જેમાં 775 લોકોના મોત થયા હતા જયારે 8 હજાર લોકો સંક્રમિત થયા હતા.