તો લોકડાઉન બાદ મધ્યમવર્ગ માટે વીમાની મુસાફરી સ્વપ્ન બની જશે
નવી દિલ્હી, તા.13 એપ્રિલ 2020, સોમવાર
લોકડાઉન હટ્યા પછીના દિવસો પણ લોકો માટે આસાન નહી હોય.લોકોને મોંઘવારીનો સામનો પણ કરી શકે છે.
એવુ મનાય છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કરવા માટે એરલાઈન્સ અગાઉ કરતા ત્રીજા ભાગના જ મુસાફરોને ફ્લાઈટમાં બેસાડશે. જેના પગલે હવે હવાઈ મુસાફરી અગાઉ કરતા ત્રણ ગણી મોંઘી બની શકે છે. જેનો સ્પષ્ટ અર્થ એ છે કે, મિડલ ક્લાસ માટે લોકડાઉન બાદ વિમાનની મુસાફરી સ્વપ્ન બની જશે.
એવિએશન ઓથોરિટી માત્ર ત્રીજા ભાગની બેઠકો પર જ મુસાફરી કરવાની છુટ આપીને ઘરેલુ ઉડાનો ફરી શરુ કરાવ માટે વિચાર કરી રહી છે. જેના પગલે હવે 180 બેઠકો ધરાવતા વિમાનમાં 60 લોકો જો મુસાફરી કરી શકશે. આ સંજોગોમાં એરલાઈન મુસાફરો પાસે થી ત્રણ ગણુ ભાડુ પણ વસુલી શકે છે.
એરપોર્ટ પર પણ મુસાફરોએ એક બીજાથી દોઢ મિટરનુ અંતર જાળવવુ પડશે.એરપોર્ટ પર કરેલા માર્કિંગને જ મુસાફરોએ ફોલો કરવા પડશે.