અમેરિકા રહેતી પુત્રીએ વડોદરામાં મૃત્યુ પામેલા પિતાના મોબાઈલ પર અંતિમ દર્શન કર્યા
વડોદરા,તા.12.એપ્રિલ, રવિવાર,2020
અમેરિકામાં ભારતીય મૂળના ૧૫૦૦ જેટલા લોકો કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.બીજી તરફ અમેરિકાની હોસ્પિટલોમાં ભારતીય મૂળનો મેડિકલ સ્ટાફ દર્દીઓની સેવા પણ કરી રહ્યો હોવાના કિસ્સા પણ જાણવા મળી રહ્યા છે.
મૂળે વડોદરાના નંદાબેન દોશી પણ શિકાગોની હોસ્પિટલમાં રેસ્પિરેટરી થેરાપિસ્ટ તરીકે કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.એટલે સુધી કે વડોદરામાં પિતાનુ મોત થયુ હોવાની ખબર મળ્યા બાદ પણ ડયુટી છોડવાનો ઈનકાર કરીને તેમણે મોબાઈલ પર જ પિતાની અંતિમવિધિ નિહાળી હતી.
રાજમહેલ રોડ પર કાશી વિશ્વનાથ સોસાયટીમાં રહેતા નંદાબેન દોશી વર્ષો પહેલા લગ્ન બાદ એમરિકાના શિકાગોમાં સ્થાયી થયા છે.નંદાબેનના માતા અનુમતીબેન અને પરિવારના બીજા સભ્યો વડોદરામાં જ રહે છે.નંદાબેન શિકાગોની હોસ્પિટલમાં ફરજ બજાવે છે.ગત ડિસેમ્બર મહિનામાં જ તેઓ પોતાની બંને પુત્રીઓ સાથે વડોદરા આવ્યા હતા અને પિતા મહેન્દ્ર ત્રિવેદીની ૧૦૦મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી.
તેમના પરિવારના સભ્ય વિધિબેન કહે છે કે, વધારે રજા ના મળે તેમ હોવાથી તેઓ એકાદ મહિનો રોકાઈને રવાના થઈ ગયા હતા પણ પિતાની તબિયત સારી નહી રહેતી હોવાથી ટુંક સમયમાં ફરી વખત પાછા આવીને વધારે રહેવાનુ તેમણે વચન આપ્યુ હતુ.તેમના અમેરિકા પાછા ફર્યા બાદ જોકે કોરોનાનો વ્યાપ વધી જતા તેમની