અમદાવાદમાં કોરોનાના કુલ 282 કેસ: દેશના 22 રાજ્યો કરતા પણ વધુ
- કર્ણાટક, બિહાર કરતાં પણ અમદાવાદમાં કેસનું વધુ પ્રમાણ
- ગુજરાતમાં કોરોનાના 54.65% કેસ માત્ર 'હોટ સ્પોટ' અમદાવાદમાંથી જ નોંધાયા છે
અમદાવાદ, રવિવાર
અમદાવાદમાં કોરોનાના
કેસમાં કૂદકેને ભૂસકે વધારો થઇ રહ્યો છે. હવે માત્ર અમદાવાદમાં કોરોનાના કુલ કેસ ૨૮૨
નોંધાઇ ગયા છે, જે દેશના ૨૨ રાજ્યો કરતાં પણ વધારે છે. કર્ણાટક, પંજાબ,પશ્ચિમ બંગાળ
જેવા રાજ્યો કરતાં પણ અમદાવાદમાં કોરોનાના વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં
જે કુલ કેસ નોંધાયા છે તેમાંના ૫૪.૬૫% માત્ર અમદાવાદમાંથી જ નોંધાયા છે.
દેશના ૨૮ રાજ્યો-૮
કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૩૨માં કોરોનાનો પગપેસારો થઇ ગયો છે. અમદાવાદમાં આજે ૩૯ નવા
કેસ નોંધાયા હતા અને જેની સાથે જ કુલ કેસનો આંક ૨૮૨ થઇ ગયો છે. અમદાવાદની સરખામણીએ
કર્ણાટકમાં ૨૩૨, હરિયાણામાં ૧૯૫, પંજાબમાં ૧૭૦, પશ્ચિમ બંગાળમાં ૧૩૪, બિહારમાં ૬૪,
ઓડિશામાં ૫૪,હિમાચલ પ્રદેશમાં ૩૨, આસામમાં ૨૯ કેસ નોંધાયા છે. અમદાવાદમાં માર્ચ મહિનાના
અંત સુધીમાં કોરોનાના ૨૩ કેસ હતા. જ્યારે એપ્રિલના ૧૨ દિવસમાં જ ૨૫૯ કેસ નોંધાઇ ચૂક્યા
છે. આમ, અમદાવાદમાં હાલ દરરોજના ૨૧થી વધુ લોકો કોરોનાગ્રસ્ત બને છે તેમ કહી શકાય.
ગુજરાતમાં કોરોનાના
જે કુલ કેસ નોંધાયા છે તેમાંના ૫૪.૬૫% અમદાવાદમાં , ૧૯.૫૭% વડોદરામાં, ૫.૪૩% સુરતમાં
નોંધાયા છે.
કયા મોટા રાજ્યોમાં અમદાવાદથી ઓછા કેસ?
રાજ્ય કેસ મૃત્યુ
કર્ણાટક ૨૩૨ ૦૬
હરિયાણા ૧૯૫ ૦૩
પંજાબ ૧૭૦ ૧૨
પ. બંગાળ ૧૩૪ ૦૫
બિહાર ૬૪ ૦૧
ઓડિશા ૫૪ ૦૧
ઉત્તરાખંડ ૩૫ ૦૦
હિમાચલ ૩૨ ૦૨
આસામ ૨૯ ૦૧
કયા રાજ્યોમાં
કોરોનાના વધુ કેસ?
રાજ્ય કેસ મૃત્યુ
મહારાષ્ટ્ર ૧૯૮૨ ૧૪૯
દિલ્હી ૧૧૫૪ ૨૪
તામિલનાડુ ૧૦૭૫ ૧૧
રાજસ્થાન ૭૯૬ ૦૯
મધ્ય પ્રદેશ ૫૬૨ ૪૩
ગુજરાત ૫૧૬ ૨૪
તેલંગાણા ૫૦૩ ૧૪
ઉત્તર પ્રદેશ ૪૮૩ ૦૫
આંધ્ર પ્રદેશ ૪૨૦ ૦૭
કેરળ ૩૭૫ ૦૨
દેશમાં કુલ ૯૧૬૬ ૩૨૫
ગુજરાતના કયા
જિલ્લામાં કોરોનાના કેસનું સૌથી વધુ પ્રમાણ?
જિલ્લો કેસ પ્રમાણ
અમદાવાદ ૨૮૨ ૫૪.૬૫%
વડોદરા ૧૦૧ ૧૯.૫૭%
સુરત ૨૮ ૫.૪૩%
ભાવનગર ૨૩ ૪.૪૬%
રાજકોટ ૧૮ ૩.૪૯%
ગાંધીનગર ૧૫ ૨.૯૧%