Get The App

કોરોના સામેની લડાઈમાં ભારતને અમેરિકા કરતા ચઢિયાતુ ગણવાનાર મહિલા સામે કેસ

Updated: Apr 13th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના સામેની લડાઈમાં ભારતને અમેરિકા કરતા ચઢિયાતુ ગણવાનાર મહિલા સામે કેસ 1 - image

નવી દિલ્હી, તા.13 એપ્રિલ 2020, સોમવાર

અમેરિકામાં કોરોનાના વ્યાપેલા કહેર વચ્ચે કોરોના સામેની લડાઈમાં ભારતના પ્રયાસોને અમેરિકા કરતા બહેતર બતાવવાનુ એક એનઆરઆઈ મહિલાને ભારે પડી ગયુ છે.

અમેરિકામાં ન્યૂજર્સીમાં રહેતા સ્વાતી દેવીનેનીએ કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે ભારતે કરેલી કાર્યવાહીની પ્રશંસા કરતો એક વિડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે, અમેરિકા સાધન સંપન્ન દેશ છે. સ્વાસ્થ્યને લગતી શ્રેષ્ઠ સુવિધાઓ ધરાવે છે. છતા પણ કોરોનાના રોગચાળાને સમયસર પારખી શક્યો નથી. જ્યારે ભારતે તેને લઈને પેહલેથી જ ઘણી વાતો સમજી લીધી હતી. જેના કારણે વાયરસને મોટા પાયે ફેલાતા અટકાવી શકાયો હતો. મેરા ભારત મહાન.

કોરોના સામેની લડાઈમાં ભારતને અમેરિકા કરતા ચઢિયાતુ ગણવાનાર મહિલા સામે કેસ 2 - imageજોકે આ વિડિયો કેટલાકને પસંદ આવ્યો નથી. અન્ય એક ભારતીય મૂળના નાગરિક શ્રવણે જ સ્વાતી સામે કેસ કર્યો છે. તેનુ કહેવુ છે કે, મહિલાએ અમેરિકા વિરોધી વાત કરી છે.

જોકે સોશ્યલ મીડિયા પર તેને લઈને મળી રહેલા રીએક્શન બાદ વિડિયો બનાવનાર મહિલા સ્વાતીએ માફી માગતા કહ્યુ હતુ કે, મારો ઈરાદો અમેરિકાને ઉતરતુ બતાવવાનો નહોતો. મેં જે વાત કરી છે તે પબ્લિક ડોમેનમાં પહેલેથી જ છે.

સ્વાતિ એક વર્ષ પહેલા અમેરિકા શિફ્ટ થઈ છે. તેના પતિ સોફ્ટવેર એન્જિનિયર છે.


Tags :