ભારતમાં કોરોનાના દર્દીઓ ઘૂસાડનાર જાલિમ મુખીયાની નેપાળમાં ધરપકડ
નવી દિલ્હી, તા.13 એપ્રિલ 2020, સોમવાર
ભારતમાં કોરોનાના દર્દીઓ મોકલીને ખાનાખરાબી કરવાના ષડયંત્રના સૂત્રધાર જાલિમ મુખીયાની નેપાળ પોલીસે ધરપકડ કરી છે.
જાલિમ મુખીયા પર આરોપ છે કે, તેણે દિલ્હીમાં તબલિગી જમાતના કાર્યક્રમાંથી પાછા ફરેલા લોકોને આશ્રય આપ્યો હતો. ભારત અને નેપાળ બોર્ડર પર પોલીસે પાક, ઈન્ડોનેશિયા અને ભારતના કેટલાક જમાતીઓને રોક્યા હતા. જોકે તેઓ છટકીને નેપાળ પહોંચી ગયા હતા.
તેમને જાલિમ મુખીયાએ આશરો આપ્યો હતો.આ પૈકીના 3 જલોકો કોરોના પોઝિટિવ હતા.રવિવારે પોલીસે હવે જાલિમ મુખીયાની ધરપકડ કરી છે. જાલિમ મુખીયા હથિયારોનો સ્મગલર છે. તે નેપાળ બોર્ડર પથી સ્મગલિંગ કરે છે. તે કોમ્યુનિસ્ટ પાર્ટીનો સભ્ય છે. માઓવાદી ગ્રૂપ સાથે પણ તેના સબંધો છે. નેપાળની ગત ચૂંટણીમાં પણ તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભારતની બોર્ડરને અડીને આવેલા નેપાળમાં તેનુ ઘરે છે. તેના નેપાળના એક મંત્રી સાથે સબંધો છે અને તેના ઈશારે ભારત વિરોધી ગતિવિધિઓને તે અંજામ આપે છે.