વારાણસી, તા.13 એપ્રિલ 2020, સોમવાર
ભારતે સરકારે લાગુ કરેલા લોકડાઉનની વચ્ચે ઘણા લોકો હજારો કિલોમીટર દુર આવેલા પોતાના વતનમાં જવા માટે નિકળી પડ્યા હતા. કેટલાકે તો એવી રીતે મુસાફરી કરી હતી કે માન્યામાં ના આવે.
જેમ કે વારાણસી શહેરનો અશોક મુંબઈની એક હોટલમાં કામ કરતો હતો. મુંબઈમાં લોકડાઉન બાદ કોરોનાના વ્યાપ વચ્ચે તે મુંબઈ છોડીને પગપાળા જ વારાણસી પાછા જવા માટે નિકલી પડ્યો હતો.
1600 કિલોમીટર પગપાળા ચાલીને તે ઘરે તો પહોંચ્યો પણ એ પછી તેને જે અનુભવ થયો હતો તેની તેણે કલ્પના પણ નહોતી કરી. તે પહેલા તો વારાણસીની હોસ્પિટલમાં તપાસ માટે પહોંચ્યો હતો.જ્યાં ડોકટરોએ તેને 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવાની સહાલ આપી હતી. એ પછી ઘરે પહોંચ્યો ત્યારે તેની માતાએ દરવાજો ખોલવાનો જ ઈનકાર કરી દીધો હતો.
અશોક વિનંતી કરતો રહ્યો હતો પણ ઘરના સભ્યો એકના બે થયા નહોતા. પરિવારજનોને બીક હતી કે તેને કોરોના હોઈ શકે છે. પોલીસ પણ અમને હેરાન કરશે.
એ પછી અશોકને અન્ય વિસ્તારમાં રહેતી તેની નાનીએ આશરો આપ્યો છે.


