For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 11 of lockdown: રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 108 થયા

Updated: Apr 4th, 2020

Day 11 of lockdown: રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 108 થયા 

અમદાવાદ, તા. 4 એપ્રિલ 2020, શનિવાર

ગુજરાત માટે માઠા સમાચાર સામે આવ્યાં છએ. ગઇકાલથી અત્યાર સુધીમાં 13 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 108 થયા છે. Read More


કેરલની સરકારી હોસ્પીટલમાં 90 વર્ષનું દંપતિ કોરોના મુકત બન્યું
વિશ્વમાં કોરોના વાયરસનો સૌથી વધુ ભોગ વૃધ્ધો બન્યા છે. જો શરીરમાં શ્વાસ, હ્વદયરોગ કે ડાયાબિટીશ જેવો ક્રોનિક રોગ અને શરીરની પ્રતિકારકશકિત ઓછી હોય ત્યારે કોરોનાનું સંક્રમણ ખતરનાક બની જાય છે. ઇટલીમાં કોરોનાનો ભોગ  બનેલા ૯૦ ટકાથી પણ વધુ દર્દીઓ ૮૦ વર્ષથી વધુ ઉંમરના છે કારણ કે કોરોનાના વૃધ્ધ દર્દીઓને સારવાર આપીને બચાવવાએ તબીબો માટે પણ પડકાર હોય છે.જો કે એ જાણીને નવાઇ લાગશે કે ભારતમાં કેરલ રાજયમાં ઉંમરલાયક દંપતિકોરોનાનો સામનો કરીને બહાર આવ્યું હોવાનું જાણવા મળે છે. Read More


Madhya Pradesh: Covid-19 ટીમનાં IAS અધિકારી કોરોના પોઝિટિવ, અધિકારીઓમાં હડકંપ
કોરોના વાયરસ સામેના જંગમાં મહત્વની કામગીરી કરી રહેલા મધ્ય પ્રદેશ સરકારના એક યુવાન આઈએએસ અધિકારીનો કોરોનોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. Read More


2008નાં સંકટથી પણ ખરાબ હશે કોરોનાની મંદી, સમગ્ર દુનિયા પર જોખમ-IMF
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે (IMF) શુક્રવારે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીએ દુનિયાભરની અર્થવ્યવસ્થા માટે સંકટની સ્થિતિ ઉભી કરી દીધી છે. IMFએ કહ્યું કે, પુરી દુનિયા માટે આ સ્થિતિ 2008ની નાણાકીય સ્થિતિ કરતા પણ વધારે ખરાબ થઈ શકે છે. IMFએ આને માનવતા માટે અંધકારમય સમય કહ્યો છે. Read More


કોરોનાની તપાસ માટે વપરાતી થર્મોમીટર ગન કેટલી સાચી ?
વાયરસની તપાસ માટે થર્મોમીટર ગનનો દુનિયામાં ઉપયોગ થાય છે. એરપોર્ટ હોય કે રેલ્વે સ્ટેશન દરેક સ્થળે આ ગનથી સ્કિનિંગ થાય છે. ઇન્ફ્રારેડ થર્મોમીટર ગનથી શરીરનું તાપમાન મપાય છે. આ ગનની ખાસિયત છે કે અમૂક ફૂટ અંતરે દુરથી પણ શરીરનું તાપમાન પકડી શકાય છે. જો કે કોરોના સંક્રમણની તપાસ માટે દરેક વ્યકિતના મોંમા થર્મોમીટર રાખવું વ્યહવારુ ન હોવાથી ગન થર્મોમીટર હાથવગું અતિ કામનું છે. આ થર્મોમીટર ગનનો સૌથી પ્રથમ વાર ઉપયોગ ૧૯ વર્ષ પહેલા ચીને કર્યો હતો.  Read More


Corona: મોદી સરકારનો મહત્વનો નિર્ણય, 50 કરોડ લોકોનો થશે નિ:શુલ્ક ટેસ્ટ અને સારવાર
કોરોના મહામારી સામે લડતમાં આજે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ સંક્રમણનો ટેસ્ટ અને સારવાર હવે આયુષ્માન ભારત એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવશે. Read More


તાળીઓ વગાડવા, દીવા સળગાવવાથી કોવિડ-19નું સમાધાન નહી આવે, પુરતા ટેસ્ટ કરો: રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતમાં કોરોનાને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં કોરોના વાઈરસનો સામનો કરવા માટે પુરતા પ્રમાણમાં ટેસ્ટ નથી થઈ રહ્યાં. લોકોની તાળીઓ વગાડવાથી અને દીવા સળગાવવાથી આ સમસ્યાનું સમાધાન નહી આવે. Read More


શું એન્ટી પેરેસાઇટ દવાએ કોરોના વાયરસનો ખાતમો બોલાવ્યો ?
વિશ્વમાં કોરોના વાયરસની મહામારીથી 11 લાખ લોકો સંક્રમિત થયા છે જયારે 61 હજારથી વધુ લોકોના મોત ષ થયા છે. આજકાલ કોરોના વાયરસનો નાશ કરે તેવી દવાઓ અને રસી શોધવા પર ખૂબજ સંશોધનો ચાલી રહયા છે. વિશ્વના વિજ્ઞાાનીઓ આ મહામારીને નાથવા દિવસ રાત એક કરી રહયા છે ત્યારે નવું એક આશાનું કિરણ ઓસ્ટે્રલિયાથી પણ દેખાઇ રહયું છે.આ દેશના સંશોધકોએ એન્ટી પેરેસાઇટ દવાથી કોરોનો વાયરસનો ખાતમો કરી શકાય છે એવો દાવો કર્યો છે.  Read More


તબલીગી જમાત સાથે સંબંધીત 17 રાજ્યોનાં 1023 લોકો કોરોના ચેપગ્રસ્ત: આરોગ્ય મંત્રાલય

આરોગ્ય મંત્રાલયએ કહ્યું કે દેશમાં હવે 2902 લોકો કોરોનાનાં ચેપગ્રસ્ત બન્યા છે, તેમાંથી 68 લોકોનાં મોત થઇ ચુક્યા છે, તો 183 લોકો સાજા પણ થયા છે, છેલ્લા 24 કલાકમાં 601 નવા કેસ નોંધાયા છે, આ એક જ દિવસમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓનો સૌથી વધું આંકડો છે, આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં બહાર આવેલા કુલ કેસમાંથી 1023 કેસ એટલે  કે 30 ટકા કેસ તબલીગી જમાત સાથે સંબંધિત છે. Read More


કોરોના સામે જંગ: ગુજરાતની કંપનીએ 10 જ દિવસમાં સૌથી સસ્તું વેન્ટિલેટર બનાવી લીધું
ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેના પરિણામે આગામી દિવસોમાં બહોળી સંખ્યામાં વેન્ટિલેટરની જરૂરિયાત ઉભી થવાની છે. જેથી વેન્ટિલેટરની માંગને પહોંચી વળવા રાજકોટની કંપની જ્યોતિ સીએનસીએ ‘ધમણ-1’ નામનું વેન્ટિલેટર તૈયાર કર્યું છે. Read More


સ્પેનમાં કોરોનાના કહેર વચ્ચે આ શહેરને તેનો પડછાયો પણ લાગ્યો નથી

સ્પેનમાં કોરોના વાયરસથી અત્યારસુધી 11,000થી વધારે લોકોના મોત થયા છે. ત્યાં સંક્રમિત લોકોની સંખ્યા પણ એક લાખ 19 હજારથી વધારે છે. પરંતુ આ બધા વચ્ચે આશ્ચર્યજનક કહી શકાય તેવી બાબત એ પણ છે કે સ્પેનનું એવું શહેર છે જેમાં અત્યાર સુધી કોરોનાનો એક પણ દર્દી નોંધાયો નથી. Read More


માસ્ક પહેર્યા વગર બહાર નિકળવાની ભૂલ કરતા નહીં, ચીનના ટોચના વૈજ્ઞાનિકની ચેતવણી
ચીનના ટોચના વૈજ્ઞાનિકે ચેતવણી આપતા કહ્યુ છે કે, કોરોના વાયરસથી બચવા માટે હાલમાં માસ્ક પહેરવુ બહુ જરુરી છે. ચીનના ટોચના વૈજ્ઞાનિક જોર્જ ગાઓ ચાઈનીઝ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના પ્રમુખ છે.તેમના કહેવા પ્રમાણે યુરોપ અને અમેરિકામાં લોકો માસ્ક નહી પહેરવાની ભૂલ કરી રહ્યા છે. Read More


પીએમની લાઈટો બંધ રાખવાની અપીલથી પાવર કંપનીઓમાં હડકંપ, ગ્રીડ ફેલ થવાનુ જોખમ
પાંચ એપ્રિલે રાતે નવ વાગ્યે નવ મિનિટ માટે ઘરની લાઈટો બંધ કરવાના પીએમ મોદીની અપીલ બાદ પાવર કંપનીઓમાં હડકંપ મચી ગયો છે. હવે વીજ કંપનીઓને ગ્રિડ ફેલ થવાનો ડર સતાવી રહ્યો છે.કંપનીઓને બીક છે કે,  Read More


ભારતની દુરંદેશી, વહેલુ લોકડાઉન લાગુ ના કર્યુ હોત તો વધારે લોકોનો મોત થાતઃ WHO
21 દિવસના લોકડાઉનના નિર્ણયની ભલે કોંગ્રેસે ટીકા કરીને કહ્યુ હોય કે પ્લાનિંગ વગર લોકડાઉન લાગુ કરાયુ છે પણ WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના વિશેષ એમ્બેસેડર ડોક્ટર ડેવિડ નાબરોએ આ નિર્ણયની ભરપૂર પ્રશંસા કરી છે. Read More


પડકારજનક લડાઈ, દેશના 720 જિલ્લામાંથી 211 જિલ્લામાં ફેલાઈ ચુક્યો છે કોરોના
કોરોના સામેની લડાઈ આગામી દિવસોમાં વધારે પડકારજનક બનવાની છે.કારણકે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા જ  નહી તેનો ફેલાવાનો વ્યાપ પણ વધી રહ્યો છે. Read More


હવે અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત,એક જ દિવસમાં 1400ના મોત
અમેરિકામાં કોરોનાનો રોગચાળો વિકરાળ સ્વરુપ ધારણ કરી ચુક્યો છે.અમેરિકા જાણે લાચાર બની ગયુ છે અ્ને બીજી તરફ મોતનો આંકડો વધી રહ્યો છે. Read More


મરકઝ જેવા કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા હોય તેમને ગોળી મારો, રાજ ઠાકેરેનુ ભડકાઉ નિવેદન
મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના સ્થાપક અને પ્રમુખ રાજ ઠાકરેએ ભડકાઉ નિવેદન આપતા હક્યુ હતુ કે, મરકઝ જેવા કાર્યક્રમોમાં સામેલ થનારાને ગોળી મારી દેવી જોઈએ. Read More


130 કરોડ લોકો લોકડાઉનમાં છતાં કોરોનાના પોઝિટીવ કેસ 3100ને પાર, 86ના મોત નીપજ્યા
કોરોના મહામારીથી દેશમાં સંકટ વધતુ જઈ રહ્યુ છે. અત્યાર સુધી 3100થી વધારે લોકો કોરોના સંક્રમિત છે જ્યારે 86ના મોત નીપજ્યા છે. દિલ્હીના ગંગારામ હોસ્પિટલમાં 100 સ્વાસ્થ્ય કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરાયા છે. આ તમામ 2 કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં આજે 1-1નું મોત નીપજ્યુ છે. Read More


અમદાવાદ એરપોર્ટમાં 15 પ્લેન ગ્રાઉન્ડેડ, રૂપિયા 70 લાખનો 'પાર્કિંગ ચાર્જ' ચૂકવશે
કોરોના વાયરસે કાળ બનીને કેર વર્તાવવાનું જારી રાખતાં દેશના તમામ એરપોર્ટમાં 24 માર્ચથી તમામ પેસેન્જર ફ્લાઇટની અવર-જવર બંધ છે. જેના પગલે હાલ ૬૫૦ જેટલા એરક્રાફ્ટ દેશના વિવિધ એરપોર્ટમાં પાર્ક થયેલા છે. Read More

Gujarat