પડકારજનક લડાઈ, દેશના 720 જિલ્લામાંથી 211 જિલ્લામાં ફેલાઈ ચુક્યો છે કોરોના
નવી દિલ્હી, તા.4 એપ્રિલ 2002, શનિવાર
કોરોના સામેની લડાઈ આગામી દિવસોમાં વધારે પડકારજનક બનવાની છે.કારણકે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા જ નહી તેનો ફેલાવાનો વ્યાપ પણ વધી રહ્યો છે.
અત્યાર સુધીમાં દેશના 30 ટકા જિલ્લાઓમાં કોરોના ફેલાઈ ચુક્યો છે.સરકારી આંકડા પ્રમાણે દેશના કુલ 720 જિલ્લા પૈકી 211 જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓ સામે આવ્યા છે. કેટલાક મોટા રાજ્યોમાં 60 ટકા કરતા વધારે જિલ્લાઓમાં કોરોનાનો વાયરસ ફેલાઈ ચુક્યો છે.
આ આંકડો હજી પણ વધી શકે છે. કારણકે જ્યારે સરકારે આ આંકડા આપ્યા ત્યારે કોરોનાના દર્દીઓ લગભગ 2000 હતા. હાલમાં દર્દીઓની સંખ્યા 3000ને પાર કરી ચુકી છે ત્યારે વધારે જિલ્લાઓ તેની ચપેટમાં આવી ચુક્યા હોય તેવુ બની શકે છે.
જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ રિસર્ચ સંસ્થાનુ કહેવુ છે કે, ભારતને એપ્રિલના અંત સુધીમાં 16000થી વધારે રેસ્પીરેટરી પંપ અને 5000 વેન્ટિલેટરની પણ જરુર પડશે. બીજી તરફ આરોગ્ય મંત્રાલયનુ કહેવુ છે કે, દેશમાં 6000થી વધારે વેન્ટિલેટર અને 2000 આઈસીયુ બેડ તૈયાર કરી દેવાશે.