કોરોનાની તપાસ માટે વપરાતી થર્મોમીટર ગન કેટલી સાચી ?
ડિવાઇસિસનું સચોટ પરીણામ ગુણવત્તા અને ડિસ્ટન્સ પર રહેલું છે
૧૯ વર્ષ પહેલા થર્મોમીટર ગનનો સૌથી પ્રથમ ઉપયોગ ચીને કર્યો હતો.
નવી દિલ્હી, 4 એપ્રિલ,2020, શનિવાર
વાયરસની તપાસ માટે થર્મોમીટર ગનનો દુનિયામાં ઉપયોગ થાય છે. એરપોર્ટ હોય કે રેલ્વે સ્ટેશન દરેક સ્થળે આ ગનથી સ્કિનિંગ થાય છે. ઇન્ફ્રારેડ થર્મોમીટર ગનથી શરીરનું તાપમાન મપાય છે. આ ગનની ખાસિયત છે કે અમૂક ફૂટ અંતરે દુરથી પણ શરીરનું તાપમાન પકડી શકાય છે. જો કે કોરોના સંક્રમણની તપાસ માટે દરેક વ્યકિતના મોંમા થર્મોમીટર રાખવું વ્યહવારુ ન હોવાથી ગન થર્મોમીટર હાથવગું અતિ કામનું છે. આ થર્મોમીટર ગનનો સૌથી પ્રથમ વાર ઉપયોગ ૧૯ વર્ષ પહેલા ચીને કર્યો હતો.
જો કે થર્મોમિટર ગન વિશે મજાકમાં એવું કહેવામાં આવે છે તે વર્ચ્યૂએલ ફ્રેન્ડશિપ જેવું છે તેના પર વધારે પડતો ભરોસો રાખી શકાય નહી. નિષ્ણાતોનું માનવું છે કે થર્મોમીટર ગનની પ્રયોગશાળામાં પણ તપાસ થઇ છે જેમાં ડિવાઇસિસનું સચોટ પરીણામ ગુણવત્તા ઉપરાંત ડિવાઇસ કેટલું દૂર રાખવામાં આવે છે તેના પર રહેલું છે. ઘણી વાર તડકામાં ઉભા રહયા હોય કે દોડીને આવ્યા હોયતો પણ ગન બીમાર બતાવતી હોવાના કિસ્સા બન્યા છે.
દરેક વ્યકિતને થર્મોમીટર ગન પકડી શકતી નથી આથી ઘણા લોકો તપાસમાંથી નિકળી જવામાં પણ સફળ થતા હોય છે. ગન શરીરનું તાપમાન દર્શાવે છે જે કોરોના હોવાની ખાતરી આપી શકે નહી. એ સાચું છે કે કોઇ રોગ શરીરમાં દાખલ થાય ત્યારે શરીરની ઇમ્યૂન સિસ્ટમ કેટલાક કેમિકલ છોડે છે આથી શરીરનું તાપમાન વધે છે પરંતુ તે કોરોના વાયરસથી જ છે એવું છાતિ ઠોકીને કહી શકાતું નથી. જો કે કોરોનાના સંભવીત દર્દી હોય તો તાવ દ્વારા ખાતરી થઇ શકે છે. ઘણી વાર જો કોઇએ દવાનો ડોઝ લીધો હોય તો પણ શરીરનું તાપમાન ઉંચુ આવતું નથી આથી વ્યકિત બીમાર નથી એવું પણ કહી શકાય નહી. જો કે આટલી મર્યાદા છતાં થર્મોમીટર ગનની લોકપ્રિયતા કોરોના વાયરસની મહામારીમાં વધતી જાય છે એક તો વ્યકિતને દૂરથી તપાસી શકાય છે આથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે છે. કોરોનાના દર્દી કે સેલ્ફ આઇસોલેશન કે કોરેન્ટાઇન થયેલા દર્દીઓને દૂરથી તપાસી શકાય છે.