Get The App

સ્પેનમાં કોરોનાના કહેર વચ્ચે આ શહેરને તેનો પડછાયો પણ લાગ્યો નથી

Updated: Apr 4th, 2020

GS TEAM

Google News
Google News
સ્પેનમાં કોરોનાના કહેર વચ્ચે આ શહેરને તેનો પડછાયો પણ લાગ્યો નથી 1 - image

મેડ્રિડ, તા. 04 એપ્રિલ 2020, શનિવાર

સ્પેનમાં કોરોના વાયરસથી અત્યારસુધી 11,000થી વધારે લોકોના મોત થયા છે. ત્યાં સંક્રમિત લોકોની સંખ્યા પણ એક લાખ 19 હજારથી વધારે છે. પરંતુ આ બધા વચ્ચે આશ્ચર્યજનક કહી શકાય તેવી બાબત એ પણ છે કે સ્પેનનું એવું શહેર છે જેમાં અત્યાર સુધી કોરોનાનો એક પણ દર્દી નોંધાયો નથી.

આ શહેર કોરોના સંક્રમિત બાબતે શૂન્ય પર છે. જહારા ડિ લા સિએરા સ્પેનનો એક પહાડી વિસ્તારનું શહેર છે. કોરોનાનું સંક્રમણ ચાલુ થતાં જ આ શહેરે પોતાને દુનિયાથી અલગ કવોરેન્ટાઈન કરી દીધું છે. આ કારણે જ સ્પેનમાં કોરોનાનું આટલું મોટું સંકટ છતાં આ શહેરમાં કોઈ પોઝીટીવ રિપોર્ટ આવ્યો નથી.

આ શહેરમાં કોરોનાનો 1 પણ કેસ નથી

સીએનએનના રિપોર્ટ મુજબ જહારા ડિ લા સિએરા દક્ષિણી સ્પેનમાં આવેલું શહેર છે. 14 માર્ચે જ્યારે સ્પેનમાં ચેતવણી આપવામાં આવી હતી. તો શહેરના મેયરે સેન્ટિયાગો ગાલ્વને 5 રસ્તાઓમાં 5 બંધ કરી દીધા. શહેરમાં મોટાભાગના રસ્તાઓ બંધ કરી દેવાના કારણે સ્પેનમાં 1.19 લાખ લોકો સંક્રમિત થવા છતાં આ શહેરમાં હજુ સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

ગાડીઓના ટાયરો પણ સેનિટાઈઝ કરી સંક્રમણમુક્ત

પહાડી શહેર જહારા ડિ લા સિએરામાં લગભગ 1,400 જેટલા લોકો રહે છે. શહેરમાં જવા માટે ફક્ત એક જ રસ્તો ખુલ્લો છે. ત્યાં ફક્ત એક જ પોલિસ ઓફિસરને રાખવામાં આવ્યા છે. જે પણ ગાડીઓ આ શહેરમાં આવે છે, રક્ષણાત્મક કપડા પહેરેલા બે વ્યક્તિઓ તેના પર સ્પ્રેનો છંટકાવ કરવામાં આવે છે. જેથી ઇન્ફેક્શનનો ભય ઓછો કરી શકાય છે. બધી ગાડીઓના ટાયરોને પણ સેનિટાઈઝ કરી સંક્રમણમુક્ત કરવામાં આવે છે.

લોકો પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા છે

મેયરે જણાવ્યું હતું કે દર સોમવાર અને ગુરુવારે સાંજે 5.30 કલાકે 10 લોકો આખા શહેર, રોડ રસ્તા, અને ઘરના બહારના ભાગમાં સેનિટાઈઝેશ કરે છે. એક 48 વર્ષિય મહિલા ઓક્સિ રૈસ્કને કહ્યું કે અહીં બધા લોકો ખુશ છે કારમ કે તેમને બહાર જવાની જરુરત નથી. લોકો પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા છે.
Tags :