Get The App

હવે અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત,એક જ દિવસમાં 1400ના મોત

Updated: Apr 4th, 2020

GS TEAM

Google News
Google News
હવે અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત,એક જ દિવસમાં 1400ના મોત 1 - image

વોશિંગ્ટન, તા.4 એપ્રિલ 2002, શનિવાર

અમેરિકામાં કોરોનાનો રોગચાળો વિકરાળ સ્વરુપ ધારણ કરી ચુક્યો છે.અમેરિકા જાણે લાચાર બની ગયુ છે અ્ને બીજી તરફ મોતનો આંકડો વધી રહ્યો છે.

હવે અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત,એક જ દિવસમાં 1400ના મોત 2 - imageહવે દુનિયામાં અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની ગયો છે.જ્યાં એક જ દિવસમાં 1400 લોકોના મોત થયા છે.

જહોન હોપકિન્સ યુનિવર્સિટીના કહેવા પ્રમાણે અમેરિકામાં 2.77 લાખ લોકો કોરોનાથી સંક્રમિત છે અને સાત હજાર કરતા વધારે લોકો મોતને ભેટી ચુક્યા છે.એક જ દિવસમાં સૌથી વધારે લોકોના મોત અમેરિકામાં થયા છે.

હવે અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત,એક જ દિવસમાં 1400ના મોત 3 - imageઅમેરિકાની સરકાર માની રહી છે કે, બે દિવસમાં ભયાનક સ્થિતિ સર્જાશે.આમ છતા ટ્રમ્પ સરકારે અમેરિકામાં લોકડાઉન લાગુ કર્યુ નથી.જોકે સરકારે લોકોને ઘરોમાં રહેવા માટે આદેશ આપ્યો છે.અમેરિકાના પચાસ રાજ્યોમાં કોરોનાની અસર છે.જેમાં ન્યૂયોર્ક અને ફ્લોરિડા વધારે પ્રભાવિત છે.

Tags :