મરકઝ જેવા કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા હોય તેમને ગોળી મારો, રાજ ઠાકેરેનુ ભડકાઉ નિવેદન
મુંબઇ, તા.4 એપ્રિલ 2002, શનિવાર
મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના સ્થાપક અને પ્રમુખ રાજ ઠાકરેએ ભડકાઉ નિવેદન આપતા હક્યુ હતુ કે, મરકઝ જેવા કાર્યક્રમોમાં સામેલ થનારાને ગોળી મારી દેવી જોઈએ.
રાજ ઠાકરેએ લોકડાઉન વચ્ચે પહેલી વખત પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતુ.નિઝામુદ્દીનમાં તબલિગી જમાત દ્વારા આયોજીત કાર્યક્રમ અંગે પૂછતા ઠાકરે ભડક્યા હતા.તેમણે કહ્યુ હતુ કે, આવા કાર્યક્રમોમાં સામેલ થયેલાની સારવાર કેમ કરવામાં આવી રહી છે. જો તમને લાગતુ હોય કે કોરોના સંકટ કરતા ધર્મ વધારે મોટો છે અને જો કોઈ કાવતરુ ઘડી રહ્યુ હોય અને ફેલાવી રહ્યુ હોય તો તેમને મારવા જોઈએ અને તેમનો વિડિયો વાયરલ કરવો જોઈએ ત્યારે જ આ લોકો સમજશે.
ઠાકરેએ કહ્યુ હતુ કે, કારેલુ હંમેશા કારેલુ જ રહેતુ હોય છે.મૌલવીઓ ક્યાં છે ..એ લોકો જનતાના દિમાગમાં સંદેહ ઉભો કરી રહ્યા છે...પછી કોઈ સરકાર ચોક્કસ સ્ટેન્ડ લે તો તેને દોષ આપવાની જરુર નથી.
તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદીએ દિપક પ્રગટાવવાની વાત કરી તો જેને દિવો પ્રગટાવવો હોય તે પ્રગટાવે પણ પીએમ મોદીએ લોકોને ભરોસો આપવાની જરુર હતી કે, આગામી સમયમાં નોકરીઓ અને ઉદ્યોગોનુ શું થશે.
તેમણે કહ્યુ હતુ કે, લોકડાઉનને લોકોએ ગંભીરતાથી લેવાની જરુર છે.જો લોકડાઉનનો સમય વધશે તો આર્થિક સંકટ વધારે ગંભીર બનશે.