અમદાવાદ એરપોર્ટમાં 15 પ્લેન ગ્રાઉન્ડેડ, રૂપિયા 70 લાખનો 'પાર્કિંગ ચાર્જ' ચૂકવશે
- દેશભરમાં ગ્રાઉન્ડેડ 650 એરક્રાફ્ટ માટે એરલાઇન્સને રૂ. 60 કરોડ ચૂકવવા પડશે
- અમદાવાદ એરપોર્ટમાં એક પેસેન્જર એરક્રાફ્ટને દિવસ દીઠ રૂપિયા 21240નો હાઉસિંગ-પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડે છે
અમદાવાદ, શુક્રવાર
કોરોના વાયરસે
કાળ બનીને કેર વર્તાવવાનું જારી રાખતાં દેશના તમામ એરપોર્ટમાં ૨૪ માર્ચથી તમામ પેસેન્જર
ફ્લાઇટની અવર-જવર બંધ છે. જેના પગલે હાલ ૬૫૦ જેટલા એરક્રાફ્ટ દેશના વિવિધ એરપોર્ટમાં
પાર્ક થયેલા છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ૧૫ પેસેન્જર
એરક્રાફ્ટ ગ્રાઉન્ડેડ છે. આગામી ૧૫ એપ્રિલથી ફ્લાઇટની અવર-જવર શરૃ થશે તો એરલાઇન્સ
દ્વારા ૨૧ દિવસ પેટે અંદાજે રૃપિયા ૭૦ લાખ 'પાર્કિંગ-હાઉસિંગ ચાર્જ' એરપોર્ટ ઓથોરિટી
ઓફ ઇન્ડિયાને ચૂકવશે.
અમદાવાદ સહિત
દેશભરના એરપોર્ટમાં ૨૪ માર્ચથી તમામ ફ્લાઇટ્સની અવર-જવર બંધ કરવામાં આવી હતી. ૨૩ માર્ચે
રાત્રે ૧૨ કલાકે છેલ્લી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટમાં આવી હતી. આ પછી કુલ ૧૫ એરક્રાફ્ટ
અમદાવાદ એરપોર્ટમાં જ પાર્ક કરાયા હતા. આ ૧૫માંથી સૌથી વધુ ૯ એરક્રાફ્ટ ઇન્ડિગોના છે.
અમદાવાદ એરપોર્ટમાં એકપણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પાર્ક થયેલી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર
એરક્રાફ્ટ પાસેથી તેના વજનને પાર્કિંગ ચાર્જ લેવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટમાં હાલ
જે એરક્રાફ્ટ પાર્ક થયેલા છે તેમાંથી મોટાભાગનાનું
વજન ૬૫ મેટ્રિક ટનની આસપાસ છે. 'ધ એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલરિટી ઓથોરિટી' દ્વારા ઓગસ્ટ
૨૦૧૮થી એરક્રાફ્ટના નવા હાઉસિંગ-પાર્કિંગ ચાર્જ
જારી કરાયા છે. જેના અનુસાર ૫૦ મેટ્રિક ટનથી
૧૦૦ મેટ્રિક ટન વચ્ચે વજન ધરાવતા એરક્રાફ્ટ પાસે પ્રતિ કલાકનું રૃપિયા ૧૭૫ તેમજ ૫૦
મેટ્રિક ટનથી જેટલું પણ વજન થાય તેમાં પ્રતિ મેટ્રિક ટન રૃપિયા ૮નું વધારાનો ચાર્જ
લેવાય છે.
દિવસના ૨૪ કલાક
પ્રમાણે જોવામાં આવે અમદાવાદ એરપોર્ટમાં પાર્ક
થયેલું ૬૫ મેટ્રિક ટનનું એક એરક્રાફ્ટ સરેરાશ રૃપિયા ૭૦૮૦નો પાર્કિંગ ચાર્જ જ્યારે રૃપિયા ૧૪૧૬૦ હાઉસિંગ ચાર્જ ચૂકવે છે. એક એરક્રાફ્ટ
માટે એરલાઇન્સ અંદાજે રૃપિયા ૨૧૨૪૦ હાઉસિંગ-પાર્કિંગ ચાર્જ દીઠ ચૂકવે છે. આ પ્રકારના
૧૫ એરક્રાફ્ટ આગામી ૨૨ દિવસ સુધી એરપોર્ટમાં પાર્ક રહેશે. તેમના દ્વારા ૨૨ દિવસના કુલ
રૃપિયા ૭૦ લાખ ચૂકવવામાં આવશે. અમદાવાદ એરપોર્ટમાં કુલ ૮ પ્રાઇવેટ એરક્રાફ્ટ પણ પાર્ક
થયેલા છે.સમગ્ર દેશના એરપોર્ટમાં પાર્ક થયેલા એરક્રાફ્ટ માટે એરલાઇન્સ દ્વારા એરપોર્ટ
ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આગામી ૨૨ દિવસ બાદ રૃપિયા ૬૦ કરોડથી વધુની રકમ પાર્કિંગ-હાઉસિંગ
ચાર્જ દીઠ ચૂકવાશે.
સામાન્ય રીતે
કોઇ પણ એરક્રાફ્ટ પાસે તેના આગમનના બે કલાક સુધી કોઇ પાર્કિંગ ચાર્જ લેવામાં આવતો નથી.
આ ઉપરાંત ૧૫ મિનિટ ટેક્ ઓફ્-૧૫ મિનિટ લેન્ડિંગની પણ ગણવામાં આવે છે. આમ, ૨.૩૦ કલાક
મજરે મળતા હોય છે. આ સિવાય પ્રત્યેક એરક્રાફ્ટને તેના વજન પ્રમાણે લેન્ડિંગ ચાર્જ પણ
ચૂકવવો પડે છે.
પેસેન્જર એરક્રાફ્ટ
પાસેથી પાર્કિંગ ચાર્જ કઇ રીતે ગણવામાં આવે છે?
: કોઇ પણ એરક્રાફ્ટ
પાસેથી લેન્ડિંગ ચાર્જ વસુલવામાં આવે છે.
: આ ચાર્જ વસુલવાનો
આધાર તે એરક્રાફ્ટનું વજન કેટલા મેટ્રિક ટન છે તેના પર રહેલો છે.
: ઇન્ટરનેશનલ
અને ડોમેસ્ટિક એરક્રાફ્ટ માટે ભાવ અલગ હોય છે.
: એર ક્રાફ્ટ
પાસેથી પાર્કિંગ અને હાઉસિંગ ચાર્જ લેવામાં આવે છે. એરક્રાફ્ટનું વજન ૫૦થી ૧૦૦ મેટ્રિક
ટન સુધી હોય તો તેની પાસેથી રૃપિયા ૧૭૫ પ્રતિ કલાકનો પાર્કિંગ ચાર્જ-રૃપિયા ૩૫૦નો હાઉસિંગ
ચાર્જ લેવાય છે.
: જોકે, ૫૦ મેટ્રિક
ટનથી જેટલું વજન વધારે હોય તેમા વજન દીઠ પાર્કિંગ ચાર્જ રૃપિયા ૮ અને હાઉસિંગ ચાર્જ
રૃપિયા ૧૬ વધી જાય છે.
: સામાન્ય રીતે
કોઇ પણ એરક્રાફ્ટ પાસે તેના આગમનના બે કલાક સુધી કોઇ પાર્કિંગ ચાર્જ લેવામાં આવતો નથી.
આ ઉપરાંત ૧૫ મિનિટ ટેક્ ઓફ્-૧૫ મિનિટ લેન્ડિંગની પણ ગણવામાં આવે છે. આમ, ૨.૩૦ કલાક
મજરે મળતા હોય છે.