શું એન્ટી પેરેસાઇટ દવાએ કોરોના વાયરસનો ખાતમો બોલાવ્યો ?
ઓસ્ટ્રેલિયામાં સંશોધન થતા માનવીઓને જાગ્યું આશાનું કિરણ જાગ્યું,
ઇવરમેકિટન નામની દવાના એક ડોઝથી કોરોનાને ૪૮ કલાકમાં મારવાનો દાવો
મેલબોર્ન, 4 માર્ચ, 2020, શનિવાર
વિશ્વમાં કોરોના વાયરસની મહામારીથી ૧૧ લાખ લોકો સંક્રમિત થયા છે જયારે ૬૧ હજારથી વધુ લોકોના મોત ષ થયા છે. આજકાલ કોરોના વાયરસનો નાશ કરે તેવી દવાઓ અને રસી શોધવા પર ખૂબજ સંશોધનો ચાલી રહયા છે. વિશ્વના વિજ્ઞાાનીઓ આ મહામારીને નાથવા દિવસ રાત એક કરી રહયા છે ત્યારે નવું એક આશાનું કિરણ ઓસ્ટે્રલિયાથી પણ દેખાઇ રહયું છે.આ દેશના સંશોધકોએ એન્ટી પેરેસાઇટ દવાથી કોરોનો વાયરસનો ખાતમો કરી શકાય છે એવો દાવો કર્યો છે. આ સ્ટડીંમાં ઓસ્ટ્રેલિયાની મોનાશ યૂનિવર્સિટીની કાઇલી વેંગ અને તેના સહયોગીઓએ રસ લીધો હતો.
રિસર્ચ જર્નલમાં પ્રકાશિત માહિતી મુુજબ ઇવરમેકિટન નામની દવાનો એક ડોઝ કોરોના વાયરસ સહિત તમામ પ્રકારના વાયરલ આરએનએને ૪૮ કલાકમાં મારી શકે છે જેમાં એચઆઇવી,ડેંગ્યુ,ઇન્ફલૂએન્ઝા અને જીકા વાયરસનો પણ સમાવેશ થાય છે. ઇવરમેકિટન દવાનો મોટા પાયે ઉપયોગ થતો હોવાથી તે સુરક્ષિત હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ દવા અગાઉ ઝીંકા વાયરસ માટે પણ ઉપયોગમાં લેવાઇ ચૂકી છે.જો કે આ સ્ટડી પ્રયોગ હજુ લેબમાં જ થયો છે તેની માનવ શરીર પર અસર માટે વધુ પ્રયોગો કરવાની જરુરીયાત છે.
જો સંક્રમણની અસર ઓછી હોયતો વાયરસ ૨૪ કલાકમાં જ ખતમ થઇ જાય છે. જેનું જીનેટિક બંધારણ આરએનએ એટલે કે રિબો ન્યૂકલિક એસિડ હોય તેને આરએનએ વાયરસ કહેવામાં આવે છે.આ સ્ટડી પ્રયોગથી કોરોના વાયરસનો ખાતમો બોલાનારી દવાના કિલનિકલ ટ્રાયલ માટેનો રસ્તો ખુલી ગયો છે. આ સ્ટડી સાથે સંકળાયેલા મેલબોર્ન હોસ્પિટલના લિયોન કેલીએ જણાવ્યું હતુંકે કોરોના વાયરસની દવા શોધાય તે ખરેખર રોમાંચ પેદા કરનારી બાબત છે તેમ છતાં હજુ તો પ્રી કિલનિકલ ટેસ્ટિંગ પણ બાકી છે. કોરોના વાયરસની દવા કે રસી શોધાય તેની કરોડો લોકો રાહ જોઇ રહયા છે. આ મહામારીમાં યોગ્ય દવાની સારવાર ઉપલબ્ધ ન હોવાથી લોકોમાં જર ફેલાયો છે.